<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ગાંધી નિર્વાણ દિને ચોટીલાના ઐતિહાસિક રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળમાં મૌનાંજલિ અર્પણ

ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટ તા.૩: ૩૦ જાન્‍યુઆરી - મહાત્‍મા ગાંધી નિર્વાણ દિને ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત ઐતિહાસિક રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્‍મસ્‍થળ ખાતે ગાંધીજીને મૌનાંજલિ અર્પણ થઈ. ૧૯૩૧માં મહાત્‍મા ગાંધીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્‍ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજ્‍યા હતા તેથી આનું સવિશેષ મહત્‍વ રહ્યું હતું.

આ અવસરે ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શિક્ષણ-જગતમાંથી શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.

 નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.)એ વિદ્યાર્થીઓ સાથે જ્ઞાન-ગોષ્ઠી થકી જીવન-મૂલ્‍યો તથા સ્‍વચ્‍છતાની પ્રેરણા આપી હતી. 

(આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન-મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:06 AM IST)