<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ઉપલેટાઃ ડેલ્‍ટા સ્‍કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયોઃ

ઉપલેટાઃ ડેલ્‍ટા સ્‍કૂલ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ અને ૧૨ પછી કયા કયા એવા કોર્સ કરી શકાય કે જેમાં સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં સ્‍કોલરશીપ મળતી હોય ઉપરાંત તે કોર્સ કયાં કરી શકાય... અને આ કોર્સ માટે વિદ્યાર્થીઓએ કઈ બ્રાન્‍ચમાં અભ્‍યાસ કરવો જોઈએ.  આ બધી જ બાબતો વિશે પારુલ યુનિવર્સિટીના ડેપ્‍યુટી રજીસ્‍ટાર ડો. પવન દ્વિવેદી દ્વારા બાળકોને અને તેના વાલીઓને માહિતી આપેલી. ડો.  પવન દ્વિવેદીએ પોતાના વક્‍તવ્‍યમાં દીકરીઓ વિજ્ઞાન ટેકનોલોજીમાં, રમતગમત ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી રહી છે તેની  ઉદાહરણ આપીને સમજૂતી આપેલી. અને બાળકોને ભણતર મેળવવા માટે ખાસ આગ્રહ કરેલો. જીવનમાં ભણતરનું શું મહત્‍વ છે તે જીવંત ઉદાહરણો આપી અને સરળ શૈલીમાં વાલી તેમજ વિદ્યાર્થીઓને  માહિતી આપેલી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક વિશાલ બકોરી અને હોસ્‍ટેલના રેકટર ચેતન મૂળિયા દ્વારા કરવામાં આવેલું હતું.

(11:06 AM IST)