News of Tuesday, 3rd February 2026
લોહાણા સમાજના અપરિણિત સંતાનો માટે ૮ માર્ચના પરિચય મેળાનું આયોજન
બાયોડેટા સાથે ફોર્મ ૧પ ફેબ્રુઆરી સુધી ભરી દેવા

રાજકોટઃ બજરંગ ગૃપ ઓફ રાજકોટ સીટીની યાદી મુજબ લોહાણા સમાજના અપરિણિત સંતાનો માટે આગામી તા.૮ માર્ચના બપોરે ર થી ૭ દરમ્યાન લોહાણા સમાજના ૧૯૯૦-ર૦૦પ અપરણિત યુવકો અને યુવતી માટે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યુવકો માગે ગ્રેજયુએશનથી માંડી હાઇકવોલીફાઇડ તેમજ યુવતીઓ માટે સ્કુલ અભ્યાસથી ગ્રેજયુએશન, ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા ઉમેદવારોને લીમીટેડ માત્રમાં એન્ટ્રી આપવામાં આવશે. પરિચય પસંદગી સમારોહમાં જોડાવવા માટે યુવક અને યુવતીઓએ પોતાના કલરફુલ ફોટાવાળી ૪ બાયોડેટા તેમજ પ ફોટા સાથે કિશોરભાઇ ધનજીભાઇ કારીયા મો.નં. ૯૪૨૮૨ ૫૪૦૦૮, હસમુખભાઇ ગણાત્રા મો. નં. ૯૮૨૪૧૫૪૪૧૧, જતીનભાઇ ભીંડોરા મો.નં. ૯૮૨૫૦ ૭૫૧૫૪નો સંપર્ક કરવો.
ફોમ ભરવા માટે રવિવારે સાંજે ૪ થી ૬ લોહાણા સમાજ વેવિશાળ કેન્દ્ર, રાધેશ્યામ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફલોર, પંચમુખી હનુમાનજીની દેરી પાસે, ગરેડીયા કુવા રોડ ખાતે ૧પ ફેબ્રુ. સુધી ભરી દેવા અપીલ કરવામાં આવી છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરભાઇ ધનજીભાઇ કારીયા, પરેશભાઇ સેજપાલ, દિપકભાઇ એચ. ઠકરાર, સંજયભાઇ બી. ઠકરાર, હસમુખભાઇ ગણાત્રા, દિનેશભાઇ એચ. તન્ના, જતીનભાઇ એ. ભીંડોરા, બટુકભાઇ રાચ્છ, પરમ મેહુલભાઇ ખંધેડીયા, ચંદ્રેશભાઇ ગણાત્રા, મેહુલભાઇ એમ. ખંધેડીયા, જયંતભાઇ બુધ્ધદેવ, વિનુભાઇ બુધ્ધદેવ, મીડીયા ઇન્ચાર્જ મારફાણી વહીદ ઉપરાંત લોહાણા સમાજ વેવિશાળ કેન્દ્રમાં મહિલા સમિતિના નેરૂતિબેન કકકડ, હર્ષાબેન કકકડ, મીનાબેન છાગાણી, જયોતિબેન એચ. ભટ્ટ, સેવાભાવી કાર્યકર્તા હર્ષ માત્રાવાડીયા (કાનાભાઇ) સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
