<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ગોંડલના વાસાવડ ગામે દંપતિ ઉપર પિતા-પુત્રનો પાઇપ-છરીથી હુમલો

ઓરડીના દિવાલેથી સેન્‍ટીંગના લાકડાના ટેકા લેવાનું કહેતા તૂટી પડયા

રાજકોટ તા. ૩ :.. ગોંડલના વાસાવડ ગામે ઓરડીના દિવાલેથી સેન્‍ટીંગના લાકડાના ટેકા લેવાનું કહેતા દંપતિ ઉપર પિતા - પુત્રએ પાઇપ અને છરીથી હુમલો કર્યો હતો. મળતી વિગતો મુજબ કિશોરભાઇ મોહનભાઇ મીયાત્રા ધંધો ખેતી રહે. વાસાવડ, ઝૂંડાળા રોડ, તા. ગોંડલએ આરોપી બાબુભાઇ ઉર્ફે બેચરભાઇ મોહનભાઇ મીયાત્રા તથા તેના પુત્ર રવી મીયાત્રા રહે. બંને વાસાવડ સામે સુલતાનપુર પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ફરીયાદીની ઓરડીની દિવાલે સેન્‍ટીંગના લાકડાના ટેકા રાખેલ હોય જે ફરીયાદી એ આરોપીઓને ત્‍યાંથી લઇ લેવાનું કહેતા આરોપી એ ફરીયાદીના ડાબા પગે નળામાં એક પાઇપના ઘા તથા આરોપી નં. ફરીયાદીને જમણા હાથમાં કોણી પાસે એક છરીનો ઘા મારતા ફરીયાદીના પત્‍ની ભારતીબેન છોડાવવા વચ્‍ચે ઘડતા આરોપી નં. ૧ ના બે તેને પણ જમણા પગની પીંડીમાં પાઇપનો એક ઘા મારી ફરીયાદી તથા સાહેદને ઇજા પહોંચાડી ગાળો આપી હતી. આ ફરીયાદ અન્‍વયે સુલતાનપુર પોલીસે ઉકત પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(11:31 AM IST)