<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ભાયાવદર દુષ્‍કર્મના ગુન્‍હાના આરોપીને તેલંગણા રાજયમાંથી ઝડપી લેવાયો

ભાયાવદર પોલીસ તથા ધોરાજીએ એસપી સ્‍કવોડની ટીમે દબોચી લીધો

રાજકોટ તા. ૪ :.. ભાયાવદર દુષ્‍કર્મના ગુન્‍હાના આરોપીને ભાયાવદર પોલીસ તથા ધોરાજી એએસપી સ્‍કવોડની ટીમે તેલંગણા રાજયમાંથી ઝડપી લીધો હતો.  ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં ગઇ તા. ર૦-૧- ના રોજ ફરીયાદી એ ફરીયાદી જાહેર કરેલ કે આરોપીએ તેમની સાથે અવાર નવાર અલગ અલગ જગ્‍યાએ બળજબરી પૂર્વક દુષ્‍કર્મ આચરેલ હોય જે ફરીયાદ અન્‍વયે ભાયાવદર પોલીસે ગુન્‍હો દાખલ કર્યો હતો.

સદરહુ ગુન્‍હો ગંભીર પ્રકારનો હોય આરોપીને તરત જ પકડવા માટે રાજકોટ પોલીસ અધિક્ષક વિજયસિંહ ર્ગુજરે સુચના આપેલ હોય તે અનુસંધાને ધોરાજી ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ એ માર્ગદર્શન આપતા આરોપીની તપાસ કરતા આરોપી તેલંગણા રાજયમાં જતો રહેલ હોય જેથી ભાયાવદર પોલીસ સ્‍ટેશન તેમજ એ. એસ. પી. સ્‍કોર્ડ ધોરાજી વિભાગના પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમ બનાવી હ્યુમનસોર્સ તથા ટેકનીકલ મદદથી આરોપી સુભાષ કનુભાઇ સોંદરવા ઉ.૩૯ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. પસવારી તા. કુતીયાણા જી. પોરબંદરને તેલંગણા રાજયમાંથી ઝડપી લેવાયો હતો.

આ કાર્યવાહી ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં પો. ઇ. વી. સી. પરમાર, ધોરાજી સીટી પો. સ્‍ટે.ના પો. સબ. ઇ. આર. બી. બલદાણીયા, ભાયાવદર પો. સ્‍ટે.ના પો. હેઙ કોન્‍સ. પ્રેમજીભાઇ બચુભાઇ, પો. કો. સત્‍યપાલસિંહ બળદેવસિંહ, વિપુલભાઇ ધીરૂભાઇ, મનોહરસિંહ બળવંતસિંહ સહિતના સ્‍ટાફે કરી હતી. 

 

(11:31 AM IST)