<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

પોરબંદર વંદેમાતરમ કોસ્‍ટલ સાયકલોથોનના કાલે બીજા દિ'એ માધવપુરમાં ફલેગ ઓફ કાર્યક્રમ

મિયાણીના ગ્રામ્‍યજનો દ્વારા સાયકલ રેલીનો સ્‍વાગત કાર્યક્રમઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: વંદેમાતરમ ગામના ૧૫૦ વર્ષની સ્‍મૃતિમાં રાષ્‍ટ્રીય કક્ષાના વંદેમારતમ કોસ્‍ટલ સાયકલોથોનના આવતીકાલે બીજે દિવસે આવતીકાલે માધવપુરમાં ફલેગ ઓફ કાર્યક્રમ રાખેલ છે. સાયકલોથોન સાઇકલ રેલીનું મીયાણી ખાતે સ્‍વાગત કાર્યક્રમ રાખેલ છે. આ સાઇકલ રેલી રૂટ ઉપર વિસાવાડા અને કચ્‍છમાં જિલ્લા કલેકટર એસ.ટી. ધાનાણીની ઉપસ્‍થિતમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

: કેન્‍દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા ‘‘વંદે માતરમ''ગાનના ૧૫૦ વર્ષની સ્‍મળતિમાં રાષ્‍ટ્રીય સ્‍તરની ‘‘વંદે માતરમ્‌ કોસ્‍ટલ સાયક્‍લોથોન - ૨૦૨૬''નું આયોજન કરવામાં આવ્‍યું છે. પોરબંદર જિલ્લાના કાર્યક્ષેત્રમાંથી  આ સાયકલ રેલી પસાર થશે ત્‍યારે વિવિધ સ્‍વાગત કાર્યક્રમ અને સાંસ્‍કળતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્‍યુ છે.

સાયકલોથોનના સુચિત કાર્યક્રમ અનુસાર સાયકલ રેલી પોરબંદર જિલ્લાની હદમાં પ્રવેશતા મિયાણી ખાતે ગ્રામજનો અને સ્‍થાનિક આગેવાનોની ઉપસ્‍થિતમાં સાયકલોથોનનુ સ્‍વાગત કરવામાં આવશે. ત્‍યારબાદ વિસાવાડા ખાતે પોરબંદર જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.ડી. ધાનાણી ઉપસ્‍થિત રહીને રેલીનો ઉત્‍સાહ વધારશે. તેમજ સાંજે ૬ વાગ્‍યે એલ.જે. જાડેજા હાઈસ્‍કુલ, કડછ ખાતે જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી. ધાનાણીની સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં સાંસ્‍કળતિક કાર્યક્રમ યોજાશે.

આવાતીકાલે તા.૪ ના રોજ સવારે ૮ કલાકે કાચબા ઉછેર કેન્‍દ્ર, માધવપુર ખાતે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર, જિલ્લા કલેક્‍ટરશ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા પોલીસ વડાશ્રી બી.યુ. જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં ફલેગ ઓફ કાર્યક્રમ યોજાશે

(12:00 PM IST)