News of Tuesday, 3rd February 2026
વેરાવળ સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

કોમ્પ્યુટર સેન્ટર અને લાઇબ્રેરીનો કાર્યક્રમ યોજાયોઃ વેરાવળ : સમસ્ત પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સેવા સમાજના બાળકોનું સન્માન સમારોહ યોજાયો અને સાથે સાથે સમયના તાલ સાથે તાલ મળે એ માટે એક આધુનિક પટની કોમ્પ્યુટર સેન્ટર ની શરૂઆત કરવામાં આવી તેમજ સરકારી પરીક્ષા માં સફળતા પ્રાપ્ત થાય તે માટે પની મોર્ડન લાઈબ્રેરીની પણ શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અને પટણી સમાજના એવા યુવાનો કે જેઓ સરકારી પરીક્ષામાં ડીવાયએસપી કેડરથી લઈ જુદી જુદી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી તેમ જ ધોરણ નવ થી પીએચડી સુધીની ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનો સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા એક જ સંદેશ આપવામાં આવ્યો કે એક સમય ઓછો ખાવ પણ તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપો સાથે સાથે દરીયાપુર વિધાનસભાના પૂર્વ વિધાયક ગયાસુદ્દીન ભાઈ શેખ હાજરી આપેલ હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ખાળવા સમાજના મોભી કિશોરભાઈ કુહાડા જયકરભાઇ ચોટાઈ ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ પ્રમુખ હાજી ફારુકભાઈ મોલાના ગુજરાત પ્રદેશ બક્ષીપંચના પ્રમુખ માંનસીહ ભાઈ પરમાર, સાજીદભઈ સન સોયબ ભાઈ વિલસર રફિકભાઈ મૌલાના ગુલામ ખાન અલતાબભાઈ ચૌહાણ હાજી ફારુક સોરઠીયા જુદાજુદા સમાજના પટેલો આગેવાનો નગરસેવકો અને એક્સપોર્ટરો, પટની સમાજની કારોબારી, વેલફેર અને મદદગારના સાથીઓ,ગામના શ્રેષ્ટીઓ હાજર રહી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરેલા હતા. કાર્યક્રમનું સંચાલન બેલીમ જાબીર અને સબીર દ્વારા કરવામાં આવેલ હતું
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
