<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

કચ્છની દરિયા સરહદે પોલીસ અને બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ : બીબી કા કુઆથી લખપત સુધીના સંવેદનશીલ વિસ્તારમાં સઘન સુરક્ષા ચેકિંગ

'સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ અને પોલીસ મહાનિરિક્ષક (દરિયાઈ સુરક્ષા) પી.એલ.માલની સુચના મુજબ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેટર કમાન્ડર એસ.જે.પરમારના માર્ગદર્શન મુજબ તા.૦૨/૦૨/૨૦૨૬નાં રોજ ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુ, ડ્રગ્સ પેકેટ, બેગ તથા ડ્રોન, દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેકટર લીડરની કચેરી, કોટેશ્વરના પી.આઈ. શ્રી આર.ડી.ઝાલા તેમજ પી.એસ.આઈ. અને મરીન કમાન્ડો દ્વારા સંયુકત રીતે કચ્છ જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં બીબી કા કુવા થી લખપત સુધી ૦૫ કી.મી.થી વધુનું ફૂટ પેટ્રોલિંગ દ્વારા 'સધન કોસ્ટલ પેટ્રોલિંગ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

 'સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો શંકાસ્પદ બોટો, અવાવરૂ જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 

(1:44 PM IST)