તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 3rd February 2026
ભાવનગરમાં ભૂદેવોના શંખનાદ સાથે વૈદિક શાસ્ત્રોગત વિધિથી અનોખા લગ્નઉત્સવ ઉજવાશે
પાઠશાળાના પાંચ ઋષિ કુમારો દ્વારા લગ્નવિધિ સમયે વેદોની ઋચાઓનું પઠણ કરશે.મંડપ મુહૂર્ત સમયે ગૌ પૂજન કરાશે :પત્રકાર બકુલેશ પંડ્યાની લાડલી સુપુત્રી ડો. માધવીના શુભલગ્ન ઉત્સવ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગર નિવાસી હાલ સુરત નિવાસી પત્રકાર બકુલેશ બળવંતરાય પંડ્યા તથા શ્રીમતી શીલાબેન બકુલેશભાઈ પંડ્યાની વહાલી દીકરી ચિ.ડો. માધવી (MBBS) ના શુભ લગ્નોત્સવ જાંબુડા નિવાસી હાલ મહુવા શ્રીમતી હીનાબેન તથા રાજેશભાઈ લક્ષ્મીશંકર જાનીના સુપુત્ર ચિ. ડો. દેવાંગકુમાર (MS, અમદાવાદ) સાથે તા.૭—૨—૨૦૨૬ શનિવારના રોજ શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ ભાવનગર ખાતે ધામધૂમથી ઉજવાશે.
આ શુભ પ્રસંગે શ્રી ગણેશ સ્થાપન તા.૬ શુક્રવારે બપોરે ૩:૧૫ કલાકે, હલ્દી નું હાસ્ય પીઠી ઉત્સવ તા. ૬ શુક્રવાર સાંજે ૫: ૧૫ કલાકે, રૂડા મામેરા તા.૬ શુક્રવાર સાંજે,ગીત ગુંજન રાસ ગરબા તા.૬ શુક્રવારે સાંજે ૭:૧૫ કલાકે યોજાશે.આ લગ્નની વિશેષતા એ છે કે વૈદિક શાસ્ત્રોગત વિધિથી લગ્નવિધિ થશે. નવ દંપતીના હસ્તમેળાપ પ્રસંગે પાંચ ભૂદેવ દ્વારા શંખનાદ કરવામાં આવશે.પાઠશાળાના પાંચ ઋષિ કુમારો દ્વારા લગ્નવિધિ સમયે વેદોની ઋચાઓનું પઠણ કરશે.મંડપ મુરતના સમયે ગૌ પૂજન કરવામાં આવશે.દીકરીને કન્યાદાનમાં ગીતા, રામાયણ, ભગવદગીતા સહિતના ધાર્મિક પુસ્તકો, જાનૈયાઓને બીલીપત્રના રોપા આપવામાં આવશે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
