તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 4th February 2026
દિલ્હીથી ભુજ આવતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઉતરાણ સમયે ટેકનિકલ ક્ષતિ સર્જાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા
હવામાં પોણો કલાક સુધી ત્રણ વાર ચક્કર માર્યા બાદ અંતે ચોથા પ્રયત્ને ઉતરાણ શક્ય બન્યું : વિમાન પરત બરાબર પહોંચ્યું એટલે એન્જિન બરાબર જ હતું. અન્ય કોઈ ટેક્નિકલ કારણ બહાર આવ્યું નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : દિલ્હીથી ભુજ આવતી એર ઇન્ડીયાની ફ્લાઇટ AI 1709 એ ગઈકાલે સાંજે વિમાનમાં સવાર પ્રવાસીઓના જીવ અદ્ધર કર્યા હતા. ભુજમાં ઉતરાણ સમયે ટેકનિકલ ખામીને કારણે વિમાને હવામાં પોણો કલાકથી વધુ સમય ચક્કર માર્યા હતા. જોકે ત્રણ વાર ઉતરાણના નિષ્ફળ પ્રયત્નને અંતે પાયલટે ચોથા પ્રયાસે પ્લેનને સફળ ઉતરાણ કરાવ્યું હતું. આ સાથે જ મુસાફરોને હાશ થઈ હતી. આમ ટેકનિકલ ક્ષતિને કારણે વિમાન મોડું થયું હતું. સામાન્ય રીતે દોઢ કલાકનો સમય લેતું વિમાન એક કલાક મોડું પડ્યું હતું. બપોરે ૩.૨૪ વાગ્યે ઉપડી ભુજ સાંજે ૬.૦૬ મિનિટે પહોંચ્યું હતું. જોકે, આ વિમાને પરત ભુજથી દિલ્હી જવા માટે પરત સાંજે ૬.૫૩ વાગ્યે ઉડ્ડયન ભર્યું હતું અને દોઢ કલાકે ૮.૩૨ વાગ્યે દિલ્હીમાં સફળતાથી ઉતરાણ કર્યું હતું. વિમાન પરત બરાબર પહોંચ્યું એટલે એન્જિન બરાબર જ હતું. અન્ય કોઈ ટેક્નિકલ કારણ બહાર આવ્યું નથી. જો કે, ભુજમાં સાંજે ફ્લાઇટ ઉતરાણ સમયે ઘણી વાર પક્ષીઓ પણ નડતા હોય છે. એ કારણ પણ એક અનુમાન છે. જોકે, આ કારણને પણ ટેકનિકલ કારણ જ માનવામાં આવે છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
