<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સૌરાષ્ટ્રમાં એક કરોડની ઠગાઈ

ધ્રોલ: સૌરાષ્ટ્રમાં એક કરોડની ઠગાઈની ઘટના બની છે. સૌરાષ્ટ્રના કાલાવડ સોરઠાગામના ખેડૂતો સાથે રૂ. ૯૬.૯૭ લાખની ઠગાઈ: જામનગર જિ.ના કાલાવડ તા.ના સોરઠાગામ અને આસપાસના ખેડૂતો સાથે ૱ ૯૬.૯૭ લાખની ખેતપેદાશોની ઠગાઈ થઈ છે. 

કુંભનાથપરામાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા, ખેડૂતો પાસેથી મગફળી, તલ અને સફેદ ચણા ખરીદી તેના નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. 

કાલાવડ ગ્રામ્ય પોલીસે કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (સંજય ડાંગર અકિલા)

(10:11 AM IST)