News of Wednesday, 4th February 2026
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી જસદણ-વિંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૮.૯૦ કરોડના વિવિધ રસ્તાના કામો મંજુર

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૪: જસદણ-વિંછીયા તાલુકામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નોથી રૂા.૮.૯૦ કરોડના જુદા જુદા રસ્તાના કામો મંજુર થયા છે.
જસદણ તાલુકાના શિવરાજપુર-ગોખલાણા રોડના કામ માટે રૂા.૨૦૦ લાખ, વિછીયા તાલુકાના (૧) આસલપુર એઙ્ઘોચ રોડના કામ માટે રૂા.૨૦૦ લાખ (૨) વાંગધ્રા ગામે એસ.એચ.ટુ.વાંગધ્રા ગામે સી.સી.રોડ તથા અનુંસાંગીક કામો માટે રૂા.૯૦ લાખ (૩) વિંછીયા-સમઢીયાળા નોનપ્લાન રોડને રીસરફેસીગ તથા આનુંસાંગીક કામો માટે રૂા.૨૦૦ લાખ (૪) મોઢુકા-પાટીયાળી દેવધરી રોડ નોનપ્લાન રસ્તામાં દેવધરીના પાદરથી ઙ્કાથમિક આરોગ્ય કેન્દ્રથી તુરખા તરફ જિલ્લા હદ સુધીની રકમ માટે રૂા.૨૦૦ લાખ મળી કુલ રૂા.૮.૯૦ કરોડની રકમની રકમ મંજુર કરવામાં આવી છે.રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલા જોબ નંબરવાળા કામોના જરૂરી સર્વે કરી, અંદાજો બનાવી મંજુર થયેલા કામો વહેલી તકે શરૂ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સબંધીત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ કામો થતાં ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાય છે. જસદણ અને વિંછીયા તાલુકાના જુદા જુદા રોડ-રસ્તાના કામોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આભાર વ્યકત કર્યા છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
