<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

યુટ્યુબરને દારૂનું સેવન કરતી રીલ બનાવવી ભારે પડી: નશાને પ્રોત્સાહન મળતું હોવાનું માની પોલીસે જાહેરમાં માફી મંગાવી

ધાંગધ્રાના કંકાવટી ગામના એક યુટ્યુબરે દારૂ પીતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો: વીડિયોમાં દારૂ તરીકે જીરા સોડાનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં યુટ્યુબરને દારૂનું સેવન કરતી રીલ બનાવવી ભારે પડી છે. ધાંગધ્રાના કંકાવટી ગામના એક યુટ્યુબરે દારૂ પીતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન યુટ્યુબરે વીડિયોમાં દારૂ તરીકે જીરા સોડાનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી હતી. પાંચ લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા આ યુટ્યુબરના વીડિયોથી નશાને પ્રોત્સાહન મળતું હોવાનું માની પોલીસે તેની પાસે જાહેરમાં માફી મંગાવી. સાથે જ, ભવિષ્યમાં નશાકારક કે નશાને પ્રોત્સાહન આપતા કોઈ પણ પ્રકારના વીડિયો ન બનાવે તે માટે યુટ્યુબર પાસેથી બાહેંધરી લેવાઈ હતી

(10:53 AM IST)