<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ગોંડલ પાંજરાપોળનું સુશોભનકરણ પૂ. ધીરજમુનિ મ.સા.ના અનુગ્રહથી

 

ગોંડલ, તા. ૪: ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામે મહારાજા શ્રી ભગવતસિંહજીએ અત્‍યાર સુધીમાં બધી મોજશોખ નિમિત્તે એક પણ પ્રાણીને જાહેર સંગ્રહસ્‍થાનમાં ગોંધ્‍યું નથી કે દયા ભાવના બહાના નીચે કોઈપણ પંખીને પિંજરામાં પૂર્યું નથી એટલું જ નહીં પરંતુ જીવદયાના પોતાના ઉત્‍કટ સિદ્ધાંતને લીધે સરકસ આદિ ને પણ ઉત્તેજ્‍યુ નથી. શ્રી કળષ્‍ણની ગૌસેવા આદર્શ હતી એ મહારાજાએ ગોરક્ષા કરી. ભાકુંભાજીની ગૌમંડલી ભૂમિમાં ગાયોનું પાલન કર્યું છે. તેથી સાચા ગૌપ્રતિપાળ તરીકેની સુકળતિનું સંપાદન કરવામાં અખિલ હિંદમાં પહેલ કરી છે અને ભારતભૂમિની ઉત્તમ સેવા બજાવી છે.

તેમણે ઈ.સ. ૧૯૩૪ માં ચોરડી ગેટ ખાતે મહાજનને પાંજરાપોળની જગ્‍યા અર્પણ કરેલ છે. હાલમાં ૧૫૦ જેટલું પશુધન છે તાજેતરમાં પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી પાંજરાપોળનું સુશોભનકરણ કાર્ય પૂર્ણ થવામાં છે. ટ્રસ્‍ટી મંડળના અશોકભાઈ કોઠારી વગેરે તેમજ વ્‍યવસ્‍થાપક કમિટી ના સર્વશ્રી મુકુંદ પારેખ, ચેતન મહેતા, પ્રકાશ પંચમિયા. દીપક દેસાઈ, યતિશ દેસાઈ, કૌશિક મહેતા, બિનીત કોઠારી, સુધીર મહેતા, નિમિષ મહેતા વગેરે કાર્યરત છે નૂતન કેળવણી મંડળ - કન્‍યા વિદ્યાલયની જગ્‍યા જગદીશ ખીમાણી, યતિશ દેસાઈ વગેરે પાંજરાપોળને પરત કરેલ છે.

(11:15 AM IST)