તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
જસદણમાં ડીવાયએસપી કચેરીનું રેન્જ આઈ જી શોક કુમાર યાદવના હસ્તે લોકાર્પણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૪: જસદણમાં લાંબા સમયથી ડીવાયએસપીની કચેરી પોષ્ટ ન હોય અંતે કાર્યરત થતાં મંગળવારે ડીવાયએસપી કચેરીના નવા મકાનનું રાજકોટ રેન્જ આઈ જી અશોક યાદવના હસ્તે લોકાર્પણ થયું હતું જેમાં એ એસ પી તરીકે ડો. નવીન ચક્રવતીની નિમણૂંક કરવામાં આવી હતી આ અવસરે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જર અને જસદણ વીંછિયા આટકોટ ભાડલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે નવી ડીવાયએસપી કચેરી જસદણ ખાતે રાજ્યના ગળહ વિભાગએ કાર્યરત કરતાં જસદણ અને વીંછિયા તાલુકાના લોકોને સરળતા રહેશે આ પહેલા કામો માટે ગોંડલ સુધી જવું પડતું હતું જે હવે ઘર આંગણે હવે જસદણમાં હોવાથી લોકોને સરળતા રહેશે.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
