તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th February 2026
સુત્રાપાડાઃ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય દિલીપ બારડનું સન્માન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૪: વેરાવળઃ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી મેમ્બર દિલીપભાઈ બારડને સન્માનિત કરાયા. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દિલીપભાઈ બારડને પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સુત્રાપાડા અને વેરાવળ વિસ્તારમાં આ નિમણૂકને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આ નિમિત્તે તેઓ નું ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સંસ્થા દ્વારા આયોજિત નેત્રયજ્ઞ પ્રસંગે કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ ભગવાનભાઈ સોલંકીએ તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા.આ તકે સોનારિયા ગામના સરપંચ મોહનભાઈ સોલંકી, બાદલપરાના સરપંચ તનસુખભાઈ વાળા, લાખાભાઈ બારડ, કાનજીભાઈ ચૌહાણ અને વેરાવળ બ્લડ બેન્કના જેન્તીભાઈ ફોફંડીએ પણ પુષ્પગુચ્છ અને શાલ આપીને તેમનું સ્વાગત કર્યું.આ પ્રસંગે દિલીપભાઈ બારડએ પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવા અને ભાજપના ‘સબકા સાથ, સબકા વિકાસ'ના સંકલ્પને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
