<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પોરબંદર જિલ્લા વહીવટી તંત્રને લગતા પ્રશ્નોના નિકાલ માટે સ્‍વાગત કાર્યક્રમ

તા.૧૦ મી સુધીમાં ઓનલાઇન અને ઓફ લાઇન અરજી કરી શકાશે

પોરબંદર, તા., ૪ : લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્‍વરીત નિકાલ માટે મુખ્‍યમંત્રીશ્રી દ્વારા નુતન અભિગમ સાથે દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્રારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્‍યમંત્રીધીનો અભિગમ છે. પોરબંદર જિલ્લાનો આગામી- સ્‍વાગત કાર્યક્રમ તા.૨૬ના રોજ યોજાનાર છે.

જનતાને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા. અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્‍યુતરની નકલ જોડવી. અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજીવખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્‍ય લખવું.

પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ પુરેપુરું સરનામું ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવી. સહી વગરની અરજી ધ્‍યાને લેવામાં આવશે નહીં. અરજદારશ્રી દ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્ન સ્‍પષ્ટ અને મુદ્દાસર સમજી શકાય તેવા આધાર પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે.આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહીં. તા.૧૦ સુધીમાં કલેક્‍ટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે. તેમજ સ્‍વાગત પોર્ટલ પર તારીખ ૧ થી ૧૦ તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-૧ કલેક્‍ટર કચેરી પોરબંદરનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

 

(12:04 PM IST)