<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

માંગરોળ તાલુકાના લોએજ ગામે સમાધિસ્‍થ પ્રવીણરામ બાપુના સમાધિ ઉત્‍સવ પ્રસંગે પૂ. મોરારીબાપુ અને પૂ. ભક્‍તિબાપુ હેલિકોપ્‍ટરમાં પધાર્યા...

લોએજ અને આસપાસના ગામ લોકો પૂ.મોરારીબાપુનું સ્‍વાગત કરવા ઉમટી પડ્‍યા

(નરેશ ગોસ્‍વામી દ્વારા) માંગરોળ, તા.૪: સમાધિસ્‍થ પ્રવીણ રામ બાપૂના ભંડારા ઉત્‍સવ પ્રસંગે ભોજન ભજન અને ભક્‍તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્‍યો હતો.હેલીપેડ પર ઉતરાણ બાદ પૂજ્‍ય પ્રવીણરામ બાપૂના નિવાસ્‍થાને પહોંચ્‍યા જ્‍યાં પ્રવીણરામ બાપૂની સમાધિના દર્શન કરી રામજી મંદિરે દર્શન બાદ પ્રવીણરામ બાપૂના સુપુત્ર રવિભાઈના નિવાસ્‍થાને પ્રસાદ લીધો હતો અને પરિવાર સાથે મળી અને સર્વે પૂજ્‍ય બાપુનું સ્‍વાગત સન્‍માન કર્યું હતું ત્‍યારબાદ સમાધિ ઉત્‍સવ  સ્‍થળે પધારેલા વિશાળ સંખ્‍યામાં મહેમાનો તેમજ ગ્રામજનોએ પૂજ્‍ય મોરારીબાપુનું સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્‍ય મોરારીબાપૂનું રવિભાઈ અને તેમના પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ ભક્‍તિબાપુનું સન્‍માન કરાયું હતું અને પધારેલા મહાનુભાવો અને સંતોનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સમાધિસ્‍થ પ્રવીણરામ બાપૂના પુત્ર  રવિભાઈ નું અને તેમના પરિવારનું મોરારીબાપૂ અને ભક્‍તિ બાપૂએ ખાસ સન્‍માન કર્યું હતું. આ પ્રસંગે પૂજ્‍ય બાપુએ જણાવ્‍યું કે મળત્‍યુને ઉત્‍સવમાં ફેરવે એ સાધુ સાધુએ સમાજનો પથ દર્શક છે અને સાધુ સમાજ વિશે મહત્‍વની કેટલીક વાતો પણ કરી હતી. આ સમાધિ ઉત્‍સવ પ્રસંગે ડોક્‍ટર મહાદેવ પ્રસાદ કાશી ભાલકાતીર્થ, શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય અજય બાપૂ સવરામંડપ જુનાગઢ, રામદેવજી રામાયણ કથાકાર પૂજય કલ્‍યાણદાસબાપૂ મેંદરડા, શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય હરકિશનબાપૂ મેસવાણ, પરમ પૂજય શ્રીશ્રીરુદ્રભારતીજી બાપૂ નિલવાડા શ્રીશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ અજયબાપૂ જુનાગઢ સહિતના અનેક સંતો મહંતો રાજસ્‍વી નેતાઓ અને સેવક વળંદ પધાર્યા હતા.

 તેમજ હમણાં જ ભારત સરકાર દ્વારા જેમને પદ્મશ્રી એવોર્ડ થી સન્‍માનિત કરવા માટે કલા જગતનું ઘરેણું અને ઢોલકને વિશ્વ ફલક ઉપર પહોંચાડનાર ભાઈશ્રી હાજી રમકડું નું સન્‍માન પરમ પૂજ્‍ય સંત શ્રી મોરારીબાપૂ એ સન્‍માન કરેલ હતું.

આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી ડોક્‍ટર વેજાભાઈ ચાંડેરાના નિવાસ્‍થાને પરમ પૂજનીય સંત શિરોમણી પૂજ્‍ય મોરારીબાપૂ અને ભક્‍તિબાપૂ વગેરે સંતોએ પધરામણી કરી અને ખૂબ જ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો.

(12:05 PM IST)