News of Wednesday, 4th February 2026
જેતપુર નવાગઢ નગર પાલિકાનાના ચીફ ઓફિસરને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતાં રાજ્યના માહિતી કમિશનર વિપુલ રાવલ
આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલને ખોટો જવાબ આપનાર

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૪: જેતપુર રહેતા અને છેલ્લા ઘણા વર્ષો થયા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કાર્યરત યોગેન્દ્રસિંહ ગોહિલે વધુ એક વખત પોતાને માંગેલી માહિતી ન મળતા જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને સબક શીખવવા દંડ કરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બાબતે યોગેન્દ્રસિંહ ગોહિલે માહિતી માંગી હતી.
ત્યારે નિયત સમયમાં સાચો જવાબ દેવાને બદલે પાલિકાના ચીફ ઓફિસરે સૌ પ્રથમ માહિતી માંગનાર યોગેન્દ્રસિંહને ઉંધા ચશ્મા પહેરાવવાનો અને ઊઠાં ભણાવવાનો પ્રયાસ કરીને ખોટો જવાબ આપ્યો હતો. તેઓના કહેવા મુજબ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક જેતપુર નવાગઢ નગર પાલિકા મળી હોવા છતાં ચીફ ઓફિસર પી. બી. પરમારે, પાલિકામાં નહીં પણ મામલતદાર કચેરીમાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હોવાનો જવાબ આપ્યો હતો.
૧૪ મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ મંગાયેલી માહિતીનો જવાબ નિયત સમયમાં તા.૧૧મી ચીફ સપ્ટેમ્બરે ચીફ ઓફિસરે યોગેન્દ્રસિંહને આપી દીધો હતો પણ મળેલો જવાબ આંખમાં ધૂળ જોખવા સમાન એટલે કે ખોટો હોવાનું બહાર આવતા ચીફ ઓફિસરના જવાબ સામે અપીલ માટે અરજદારે લડી લેવા નિર્ધાર કર્યો હતો.
એક તબક્કે બબ્બેવાર અપીલમાં ગયા પછી યોગેન્દ્રસિંહને માંગેલી માહિતીનો જવાબ મળ્યો હતો.
પણ જાહેર માહિતી અધિકારી એકટલે કે જેતપુર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલી, ખોટી, અધૂરી અને ગેરમાર્ગે દોરનારો જવાબ સાબિત થઈ ગયો હતો. એટલું જ નહીં જાણી જોઈને માહિતી ના આપવી, અથવા તો માહિતી મોડી મળે તે માટે ગેરમાર્ગે દોરવાનું કળત્ય કર્યાનું માની લઈને, ગંભીર નિષ્કાળજીનો ખુલાસો પૂછવાનું પણ મુનાશીબ ન માનીને રાજ્યના માહિતી કમિશનર વિપુલ રાવલ દ્વારા, જેતપુર નગર પાલિકાના ચીફ ઓફિસર પરમારને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. માહિતી કમિશનરે હુકમમાં એવી પણ તાકીદ કરી છે કે ૪૫ દિવસમાં દંડની ભરપાઈ ન કરવામાં આવે તો પગાર/ભથ્થાંમાં દંડની રકમ કાપી લેવી.
કહેવાનું તાત્પર્ય એ છે કે સરકારી તંત્રોમાં પારદર્શક કામગીરી પ્રત્યેક નાગરિક જાણી, જોઈ શકે તે માટે સરકારે માહિતી અધિકારનો કાયદો અમલમાં મૂકયો છે. પણ આળસુ, બેદરકાર અને અરજદારોને ઠાગે ચડાવવાળા માહિતી અધિકારીઓ વધી ગયાનું કહેવું અનુચિત નથી. કેમકે સામાન્ય માહિતીના જ સાચા જવાબો મળે અને અને જેમાં સંબંધિત માહિતી અધિકારીની પછેડી દબાતી હોય તેવી માંગેલી માહિતીમાં અરજદારોને ન્યાય માટે અપીલમાં જવું પડતું હોય તે વાત સંબંધીતો માટે શરમજનક હોવાનું જાગળત લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. માહિતી આપવામાં દાંડાઈ કરતાં સેંબંધિત માહિતી અધિકારીઓ સામે કાયમી આવી દંડાત્મક કાર્યવાહી ચાલુ રહે તેવી આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહિલે માંગ કરી છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
