News of Wednesday, 4th February 2026
વડાળી ગામ સ્થિત સુવિખ્યાત શ્રી વિહોત માતાજી મંદિરે શ્રી મહારૂદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞ
તા.૨૧થી ૨૩ ફેબ્રુઆરી સુધી આયોજન : પૂજારી કાંતિબાપુ

રાજકોટ : જયશ્રી વિહોત ધામ-વડાળીની પાવન ભૂમિ પર શ્રી વિહોત માતાજીની અસીમ કૃપાથી શ્રી મહારૂદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
આ અવસરે તા.૨૧ના શનિવારે શ્રી મહારૂદ્ર ૨૧ કુંડી મહાયંજ્ઞનો પ્રારંભ થશે. જે તા.૨૩ના સોમવારે સમાપન થશે. બપોરે ૩:૩૦ કલાકે બીડુ હોમવામાં આવશે. આ પવિત્ર પર્વ દરમ્યાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાવિકોએ આ શ્રી મહારૂદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞમાં દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુ મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮ દ્વારા અનુરોધ કરાયો છે.
સ્થળ : શ્રી વિહોત માતાજી મંદિર, ભાવનગર હાઇવે, વડાળી ગામ, વાયા- ત્રંબા, જી. રાજકોટ.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
