તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th February 2026
જામનગરમાં સ્મશાનમાં મહિલાઓ બાખડી પડી : સામ સામી ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪ : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિવ્યાબેન હિતેષભાઈ કોરડીયા, ઉ.વ.૪૬, રે. હાથી કોલોની-૧, ઓમકાર એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-ર-ર૦ર૬ ના સોનાપુરી સ્મશાનના પાર્કિંગમાં ગેઈટની અંદર આરોપી રીટાબેન ચૌહાણ તથા અજાણી મહિલા ફરીયાદી દિવ્યાબેન પાસે આવી ફરીયાદી દિવ્યાબેનને જેમફાવે તેમ ભુંડી ગાળો આપતા ફરીયાદી દિવ્યાબેન એ ગાળો બોલવાની ના પાડતા આરોપી અજાણી મહિલાએ ફરીયાદી દિવ્યાબેનની પાછળ થી એકટીવા ખેચેલ જેથી ફરીયાદી દિવ્યાબેન પોતાની એકટીવા પરથી નીચે ઉતરેલ તેવામાં આરોપી રીટાબેન ચૌહાથ તથા અજાણી મહિલા એ ફરીયાદી દિવ્યાબેન સાથે ઝપાઝપી કરવા લાગેલ અને આરોપી રીટાબેન એ ફરીયાદી દિવ્યાબેનને ડાબી બાજુમા ખડખાના ભાગે ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી અજાણી મહિલાએ વાળ ખેચવા લાગેલ હોય અને આરોપી રીટાબેન તથા અજાણી મહિલા એ ફરીયાદી દિવ્યાબેનને જેમફાવે તેમ શરીરે ઢીકાપાટુ નો માર મારવા લાગેલ તેવામાં ફરીયાદી દિવ્યાબેનને દિકરો આવી ગયેલ અને તે ફરીયાદી દિવ્યાબેનને વધુ મારથી બચાવવા જતા આરોપી રીટાબેન તથા અજાણી મહિલાએ ફરીયાદી દિવ્યાબેનના દિકરા સાથે ઝપાઝપી કરી શરીરે ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા અને ઝપાઝપી દરમ્યાન ફરીયાદી દિવ્યાબેન એ તેની ડોકમાં પહેરેલ સોનાનો ચેઈન કયાંક પડી ગયેલ હોય અને આરોપી રીટાબેન તથા અજાણી મહિલાએ ફરીયાદી દિવ્યાબેનના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રીટાબેન પ્રશાંતભાઈ દેવકા, ઉ.વ.૩ર, રે. ગુલાબનગર, મોહનનગર આવાસ રૂમ નં.૬૦ર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-ર-ર૦ર૬ ના ફરીયાદી રીટાબેન સોનાપુરી સ્મશાનના પાર્કિંગમાં ગેઈટની અંદર આરોપીઓ દિવ્યાબેન કોરડીયા, હિત કોરડીયા તથા આદિત્યસિંહ ઝાલા ફરીયાદી રીટાબેન પાસે આવી ફરીયાદી રીટાબેનને જેમફાવે તેમ ભુંડી ગાળો આપતા ફરીયાદી રીટાબેન એ ગાળો બોલવાની ના પાડતા આરોપી દિવ્યાબેન એ ફરીયાદી રીટાબેન સાથે ઝપાઝપી કરવા લાગેલ અને આરોપી હિત તથા આદિત્યસિંહ ઝાલા ફરીયાદી રીટાબેનને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી ફરીયાદી રીટાબેનને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરેલ હોય અને આરોપી દિવ્યાબેન એ ફરીયાદી રીટાબેન સાથે જપાજપી થયેલ તે દરમ્યાન ફરીયાદી રીટાબેન એ તેની ડોકમાં પહેરેલ સોનાનું મંગળસુત્ર કયાંક પડી ગયેલ હોય અને આરોપીઓએ ફરીયાદી રીટાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
ખેડુતોના માલની ખરીદ કરી છેતરપીંડી
જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયા, ઉ.વ.૩૦, રે. સોરઠા ગામ, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧-ર૦ર૬ ના આરોપી દિલીપભાઈ નારદભાઈ સાવલીયા એ ફરીયાદી કુલદીપભાઈ તથા અન્ય સાહેદ ખેડુતોના ખેતપેદાશ નો માલની ખરીદી કરી જે માલ લઈ જઈ માલના પૈસા આપવાનું વિશ્વાસમાં લઈ માલના પૈસા પરત નહી આપી ખેતપેદાશ જેમા મગફળી ૬૦૭૩૮ મણ જેની કિંમત રૂ.૮૪,૯ર,ર૦૪ તથા તલ ૧૧ર મણ જેની કિંમત રૂ.પ,૮૦,૩૯૭/- તથા સફેદચણા ૩૭૪ મણ જેની કિંમત રૂ.૬,રપ,૦૦૦/- એમ ત્રણેય મળી કુલ કિંમત રૂ.૯૬,૯૭,૬૦૧/- ની ફરીયાદી કુલદીપભાઈ તેમજ અન્ય ખેડુતો સાથે છેતરપીડી વિશ્વાસઘાત તથા ઠગાઈ કરી નાશી જઈ ગુનો કરેલ છે.
પાટણ ગામે જુગાર રમતો ઝડપાયો : ત્રણ ફરાર
જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-ર-ર૦ર૬ ના પાટણ ગામે આવેલ વાછરાદાદાના મંદિરની બાજુમાં આરોપીઓ સંદિપ ઉર્ફે કારો નારણભાઈ સોનરાજ એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૮૦૦/- તથા બે મોટરસાયકલ જેની કિંમત રૂ.૬૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૬૦,૮૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.તથા અન્ય આરોપીઓ કેશુભાઈ શાર્દુલભાઈ ગોહીલ, કાનાભાઈ ઉર્ફે ભોણો વિરમભાઈ આડેદરા, વિક્રમ ઉર્ફે બકાલી જલાભાઈ પરમાર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યો
જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ ભુપતભાઈ ઝીંઝુવાડીયા, ઉ.વ.૩૦, રે. દેડકદડ ગામ, તા.ધ્રોલ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩-ર-ર૦ર૬ ના ફરીયાદી મનસુખભાઈ ના દાદીને સરખી રીતે રાખવા બાબતે આરોપીઓ જીકુબેન જોગરાજીયા તથા રાહુલભાઈ દિલીપભાઈ જોગરાજજીયા સાથે ફરીયાદી મનસુખભાઈને ફોન પર બોલાચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ જીકુબેન જોગરાજીયા તથા રાહુલભાઈ દિલીપભાઈ જોગરાજજીયા, લાલો દિલીપભાઈ જોગરજીયા, સંજયભાઈ બાબુભાઈ જાખેલીયા ફરીયાદી મનસુખભાઈના રહેણાક મકાને આવી ફરીયાદી મનસુખભાઈને આરોપી જીકુબેને ઝાપટ મારી તથા આરોપી રાહુલભાઈએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી તથા આરોપી લાલા એ લાકડી વડે માર મારી માથાના ભાગે મુંઢ ઈજા તથા હાથના ભાગે સામાન્ય ઈજા કરી તથા આરોપી સંજયભાઈએ ઝાપટ મારી તમામ આરોપીઓએ ગાળો આપી એકબીજાની મદદગારી કરી ફરીયાદી મનસુખભાઈને માથાના ભાગે મુંઢ ઈજા તથા હાથના ભાગે સામાન્ય ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
અજાણ્યા ઈસમોએ મારકુટ
કરી લુંટ
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ દિનેશભાઈ જગતીયા, ઉ.વ.ર૧, રે. યાદવનગર, કિષ્ના ચોક, ચર્ચાની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-ર-ર૦ર૬ ના ફરીયાદી રમેશભાઈ તેના ઘરનું કડીયાકામ કરાવવાનું નકકી કરવા માટે મનોજભાઈ કડીયાને ત્યા જતા હોય અને મયુરનગર, શિવધારા બેકરી પાસે પહોંચતા અજાણ્યા ત્રણ ઈસમો આવી ફરીયાદી રમેશભાઈ સાથે મારઝુટ કરી ફરીયાદ રમેશભાઈનું પાકિટ ઝુટવી લઈ તેમાંથી રૂ.૧૮૦૦/- કાઢી લઈ ભાગી ગયેલ બાદ ફરીયાદી રમેશભાઈ તેના મીત્ર સંદિપ અને પારસભાઈને આ બનાવવાળી જગ્યા પાસે લઈ જતા લીલાપીઠ પાસે પહોંચતા ફરીથી આ અજાણ્યા ત્રણ ઈસમો આવી ફરીયાદી રમેશભાઈ સાથે મારામારી કરી એક ઈસમે તેના પેન્ટના નેફા માંથી છરી કાઢીને ફરીયાદી રમેશભાઈને જમણા હાથના ખંભાથી નીચેના ભાગે છરીનો એક ઘા મારી લોહી નીકળતી ઈજા પહોંચાડી ફરીયાદી રમેશભાઈને જતા જતા ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાી જઈ જિલ્લા કલેકટરના હથીયાબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
