<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

છોટી કાશીમા મહાશિવરાત્રી પર્વ પર યોજાનારી પરંપરાગત ૪૫મી શિવ શોભાયાત્રાના આયોજન અંગેની પ્રથમ બેઠક શનિવારે મળશે

 

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૪ : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવી નગરીમાં હિન્‍દુ ઉત્‍સવ સમિતિ તેમજ  મહાદેવ હર મિત્ર મંડળના ઉપક્રમે છેલ્લા ૪૪ વર્ષથી મહા શિવરાત્રિના પાવનકારી પર્વ ના દિવસે શિવ શોભાયાત્રા નું આયોજન કરતા આવ્‍યા છીએ. આ  વર્ષે સતત ૪૫ મા વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં રાજમાર્ગ પર ભવ્‍યાતિભવ્‍ય ‘‘શિવ શોભાયાત્રા''નું આયોજન થઈ રહ્યું છે.

જેની ચર્ચા-વિચારણા અર્થે પ્રથમ બેઠક દિનાંક તા ૦૭.૦૨.૨૦૨૬ ને શનિવારે રાત્રીના ૦૯:૩૦ કલાકે પંચેશ્વર ટાવર પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે મળશે. જેમાં પાલખી સમિતિ, સંકલન સમિતિ અને ફ્‌લોટ સમિતિના તમામ સભ્‍યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્‍થાઓ, સત્‍સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્‍થાઓ, મિત્ર મંડળોના હોદેદારો - સભ્‍યો વગેરેને સમયસર ઉપસ્‍થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના ્‌પ્રમુખ રાજેશ ડી. વ્‍યાસ (રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે. શિવ શોભાયાત્રામાં ચલિત કે સ્‍થાયી ફ્‌લોટ સાથે જોડાનારા તમામ મંડળના આગેવાનોએ પોતાના આયોજનની સવિસ્‍તાર વિગતો મિટિંગમાં રજૂ કરવાની રહેશે.

(1:07 PM IST)