<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

ખંભાળીયાના ખામનાથ પાસેના વિસ્‍તારનું વિજ જોડાણ બાકી રકમના કારણે કપાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૪: પાલીકાના ખામનાથ પાસેના વિભાગનું મેઈન વીજ જોડાણ રામનગર વીજ સબ ડીવીઝનના કે.ઈજનેર એસ.પી. પરમાર દ્વારા બાકી રકમ હોય, કાપી નાખતા દોડધામ મચી ગઈ હતી.

૧.૮૦ લાખ રૂપિયાની બાકી રકમમાં આ કનેકશન કાપવામાં આવેલું. પણ રામનગર સબ ડિવીઝનમાં આ જોડાણો આપવા તે અંગે પાલીકાને જાણ ના હોય ચીફ અહિયા રાહુલ કટભુટ તથા પાલીકા પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા આ બાબતે તુરંત જ પી.જી.વી.સી.એલ.ના કાર્યકરો સાથે સંકલન કરીને જોડાણ પૂર્વવત કરાવ્‍યું હતું તથા બાકી રકમ આપવા કાર્યવાહી કરી હતી.

(1:11 PM IST)