<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

પોરબંદરમાં રોડ સહિત વિવિધ જાહેર સુવિધા વધશે : મહાનગર પાલીકાની બેઠક મળી

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૪:  મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્‍યુનિસિપલ કમિશનર શ્રી હસમુખભાઇના અધ્‍યક્ષ સ્‍થાને શહેરના ડેવલપમેન્‍ટ પ્‍લાન માટે વિભાગીય પરામર્શ બેઠકમાં વિવિધ વિભાગમાં અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા નગરજનોના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.

આ જ દિશામાં શહેરના ભવિષ્‍યના સુવ્‍યવસ્‍થિત અને આયોજનબદ્ધ વિકાસ માટે તૈયાર થનારા ડેવલપમેન્‍ટ પ્‍લાન (લેન્‍ડ યુઝ) અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્‍તારના ડેવલપમેન્‍ટ પ્‍લાન માટે ડિપાર્ટમેન્‍ટ કન્‍સલ્‍ટેશન મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠક પોરબંદર મહાનગરપાલિકા કચેરીના કોન્‍ફરન્‍સ રૂમમાં યોજાઈ હતી, જેમાં વિવિધ જિલ્લા, રાજ્‍ય તથા કેન્‍દ્ર સરકારના વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

શહેરના લાંબા ગાળાના વિકાસ માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધી, તેમની યોજનાઓ, જરૂરિયાતો તથા પ્રસ્‍તાવો ડેવલપમેન્‍ટ પ્‍લાનમાં યોગ્‍ય રીતે સમાવી શકાય તે બેઠકનો મુખ્‍ય હેતુ હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. બેઠક દરમિયાન ટાઉન પ્‍લાનિંગ વિભાગ તથા સંકળાયેલી એજન્‍સી દ્વારા ડેવલપમેન્‍ટ પ્‍લાનની વ્‍યાપ્તિ, પ્‍લાનિંગ એરિયા, સ્‍ટેટયુટરી ફ્રેમવર્ક, આયોજન પ્રક્રિયા વગેરે અંગે વિગતવાર પ્રેઝન્‍ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.  પ્રેઝન્‍ટેશનમાં શહેરના વર્તમાન વિકાસની સ્‍થિતિ, ભવિષ્‍યની જરૂરિયાતો, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસ, માર્ગવ્‍યવસ્‍થા, જાહેર સુવિધાઓ, રહેણાંક તથા વ્‍યાવસાયિક વિસ્‍તારોના આયોજન સહિતના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્‍યો હતો. બેઠક દરમિયાન સંબંધિત વિભાગોના હાલના, પ્રસ્‍તાવિત તથા મંજૂર પ્રોજેક્‍ટ્‍સ, તેમની જમીનની જરૂરિયાતો તેમજ ભવિષ્‍યની વિકાસ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેથી તે તમામ બાબતોને આવનારા ડેવલપમેન્‍ટ પ્‍લાનમાં યોગ્‍ય રીતે સામેલ કરી શકાય અને ભવિષ્‍યમાં અમલીકરણ સમયે કોઈ અડચણ ઊભી ન થાય તે અંગે સૂચનો લેવાયા હતા. ગુજરાત વોટર સપ્‍લાય એન્‍ડ સ્‍યુએરેજ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, માછીમારી વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, આવક (રેવન્‍યુ) વિભાગ, પ્રવાસન વિભાગ, ગળહ વિભાગ - પોલીસ ટ્રાફિક શાખા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, ગુજરાત કોસ્‍ટલ ઝોન મેનેજમેન્‍ટ ઓથોરિટી, શિક્ષણ વિભાગ, ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ, પોરબંદર સિંચાઈ વિભાગ, ક્ષાર નિયંત્રણ વિભાગ, ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (જી.એસ.આર. ટી.સી.), બંદર અને પરિવહન વિભાગ, પ્રાદેશિક વાહન વ્‍યવહાર કચેરી (આર.ટી.ઓ.), પી.જી.વી.સી.એલ. (પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ), ઇન્‍ડિયન કોસ્‍ટ ગાર્ડ (ભારતીય તટરક્ષા દળ), આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયા (પુરાતત્‍વ સર્વેક્ષણ વિભાગ), નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ), ઇન્‍ડિયન રેલ્‍વે (ભારતીય રેલવે), ઇન્‍ડિયન નેવી (ભારતીય નૌસેના), શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રાલય (ભારત સરકાર), પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (ભારત સરકાર), શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ (ગુજરાત સરકાર), ગુજરાત અર્બન ડેવલપમેન્‍ટ મિશન, ગુજરાત અર્બન ડેવલપમેન્‍ટ કંપની તેમજ ટાઉન પ્‍લાનિંગ એન્‍ડ વેલ્‍યુએશન વિભાગ (ટી.પી.વી.ડી.) સહિતના વિભાગો હાજર રહ્યા હતા.

  આ વિભાગીય પરામર્શથી શહેરના વિકાસ માટે સંકલિત, સુવ્‍યવસ્‍થિત અને વ્‍યવહારુ ડેવલપમેન્‍ટ પ્‍લાન તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ સહાય મળશે, તેવું મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્‍યું હતું. બેઠકમાં મળેલ સૂચનો, અભિપ્રાયો અને માહિતીના આધારે આગળની આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પોરબંદર શહેરના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી ભવિષ્‍યમાં પણ આ પ્રકારની સંકલનાત્‍મક બેઠકો સતત યોજવામાં આવશે, જેથી નગરજનોને વધુ સારી સુવિધાઓ મળી શકે અને સુવ્‍યવસ્‍થિત શહેરનો વિકાસ શકય બને, તેવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

(1:31 PM IST)