<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

મોરબી-માળીયામાં વિદેશી દારૂના ૩ દરોડાઃ ૩ શખ્‍સોની ધરપકડ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪: મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી દસ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર સેન્‍ટમેરી ફાટક પાસેથી આરોપી કલ્‍પેશ રાજેશભાઈ રાણાવડીયા રહે.વીસીપરા મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા ૩૭૫ સાથે ઝડપી લઈ બીજા દરોડામાં મહેન્‍દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિક્રમ વેલજીભાઈ ધામેચા રહે.મહેન્‍દ્રનગર વાળાને વિદેશી દારૂની ૪ બોટલ કિંમત રૂપિયા ૨૧૪૮ સાથે પકડી પાડયો હતો.જ્‍યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસેથી આરોપી ભવદીપસિંહ નરેન્‍દ્રસિંહ રાઠોડ રહે.ખાખરેચી વાળાને વિદેશી દારૂની ૧૮૦ મીલી માપની ૫ ચપલા બોટલ કિંમત રૂ.૧૩૫૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

(1:31 PM IST)