News of Wednesday, 4th February 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપનું નવું માળખું જાહેર : સંગઠનમાં ધરખમ ફેરફાર સાથે વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક : જુઓ સંપૂર્ણ સૂચિ
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથેના પરામર્શ બાદ જિલ્લા પ્રમુખ ડો. સંજય કે. પરમારે નવા જોશ સાથેની ટીમની જાહેરાત કરી

વેરાવળ, તા. 4 ફેબ્રુઆરી : ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય કે. પરમાર દ્વારા આ નિમણૂકો કરવામાં આવી છે. આ નવા માળખામાં જિલ્લાના તમામ તાલુકા અને શહેરોનું સંતુલન જાળવવામાં આવ્યું છે.
જિલ્લા સંગઠનના મુખ્ય હોદ્દેદારોની યાદી
જિલ્લા સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ રસિકલાલ રૂપારેલીયા (વેરાવળ શહેર), શ્રીમતી મંજુલાબેન કાનાભાઈ મુછાર (તાલાલા તાલુકો), શ્રીમતી શારદાબેન મહેશભાઈ બાંભણીયા (કોડીનાર તાલુકો), પ્રકાશભાઈ દેવસીભાઈ ટાંક (ઉના તાલુકો), રમેશભાઈ ઉકાભાઈ કેશવાલા (વેરાવળ તાલુકો), સુભાષભાઈ વિરભણભાઈ ડોડીયા (કોડીનાર તાલુકો), કાળુભાઈ બચુભાઈ રૂપાળા (ગીરગઢડા તાલુકો) અને કિરીટભાઈ ધનજીભાઈ ફોંડી (વેરાવળ શહેર)ની વરણી કરવામાં આવી છે.
મહામંત્રી તરીકે વિશાલભાઈ ચંદ્રકાંતભાઈ વોરા (ગીરગઢડા તાલુકો), ભરતભાઈ રાજભાઈ વાળા (તાલાલા તાલુકો) અને અનિલભાઈ લાખાભાઈ જેઠવા (સુત્રાપાડા શહેર)ને જવાબદારી સોંપવામાં આવી છે.
મંત્રી તરીકે અશ્વિનભાઈ ખેંગારસિંહ ઝાલા, શ્રીમતી હર્ષાબેન મહેન્દ્રભાઈ પૂજારી, વિજયભાઈ લાભાભાઈ બાંભણીયા, શ્રીમતી ભગવતીબેન પ્રવિણભાઈ સાંખટ, શ્રીમતી ચંદ્રિકાબેન રાજેશભાઈ સીકોતરીયા, અમિતભાઈ અર્જનભાઈ નંદાણીયા, શ્રીમતી નિતાબેન ડી. રાચ્છ અને ડો. નિશાબેન નીતિનભાઈ ગોહિલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે હાર્દિકભાઈ આર. ઝાલા અને કાર્યાલય મંત્રી તરીકે નિલેશભાઈ કાનજીભાઈ વાઘેલા સેવા આપશે. સોશીયલ મીડિયા વિભાગમાં અનિલસિંહ ઝાલા, આઈ.ટી. વિભાગમાં આશિષભાઈ ગૌસ્વામી અને મીડિયા વિભાગમાં પંકજભાઈ મુકુંદરાય કાનાબારની નિમણૂક કરાઈ છે.
વિવિધ મોરચાના નવનિયુક્ત હોદ્દેદારો
પક્ષના વિવિધ મોરચાઓમાં પણ સક્રિય કાર્યકરોને સ્થાન અપાયું છે:
* યુવા મોરચો: પ્રમુખ તરીકે હાર્દિકભાઈ કિશોરભાઈ પરમાર અને મહામંત્રી તરીકે હરેશભાઈ હમિરભાઈ ધોળીયા તથા પારસભાઈ જોધસિંહભાઈ પરમાર.
* મહિલા મોરચો: પ્રમુખ તરીકે શ્રીમતી મંજુલાબેન વિરજીભાઈ સુયાણી અને મહામંત્રી તરીકે શ્રીમતી ભાગુબેન રમેશભાઈ વડાંગર તથા શ્રીમતી વંદનાબેન મિતેશભાઈ શાહ.
* કિસાન મોરચો: પ્રમુખ તરીકે ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ અને મહામંત્રી તરીકે વિમલભાઈ ડાયાભાઈ વડોદરીયા તથા ગોવિંદભાઈ જેસાભાઈ મેર.
* બક્ષીપંચ (ઓબીસી) મોરચો: પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ કાંતિલાલ નિમાવત અને મહામંત્રી તરીકે વિનોદભાઈ મનુભાઈ બાંભણીયા તથા મુકેશભાઈ પરબતભાઈ દેવળીયા.
* અનુસૂચિત જાતિ મોરચો: પ્રમુખ તરીકે હીરાભાઈ દેસાભાઈ માકડીયા અને મહામંત્રી તરીકે કાંતિભાઈ રામજીભાઈ ચુડાસમા તથા શૈલેષભાઈ આર. વાઘેલા.
આ તમામ નિમણૂકોની જાણ પ્રદેશ ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે. નવા નિમાયેલા તમામ હોદ્દેદારોને પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
