<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

કચ્છના મુન્દ્રામાં નદીમાં ડૂબી ગયેલ યુવાન ની આખરે લાશ મળી

માછલી પકડવા જતા તળાવમાં ડૂબ્યો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના મુન્દ્રામાં નદીમાં ડૂબી ગયેલા યુવાનની ભારે શોધખોળ બાદ આખરે લાશ મળી છે. મુન્દ્રા પોલીસ, ઝરપરાના તરવૈયા, અને ભુજ ની ફાઇટર ટીમ એ ગત રાત્રી સુધી મહેનત કરી હતી. પણ સોનુ કુમાર રામા શંકર રામ નો મૃતદેહ આજે બપોરે ૨ વાગ્યે તરતો જોવા મળતા તેને બહાર કાઢવા માં આવ્યો હતો અને મુન્દ્રા પોલીસે પી.એમ. માટે મુન્દ્રા જનરલ હોસ્પીટલ પહોંચતો કર્યો હતો.
   આ બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે મુન્દ્રા નજીક લેબર વસાહતમાં રહેતો મૂળ બિહાર નો અને મજૂરી કામ કરતો ૩૧ વર્ષીય સોનુ કુમાર રામા શંકર રામ ગઈકાલે પોતાના ઘેરથી ગુમ થતા તેની પત્ની ગંગા દેવી એ મુન્દ્રા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતા મુન્દ્રા પોલીસએ જાણકારી મુજબ રાશા પીર સર્કલ અને ટી પોઇન્ટ વચ્ચે આવેલ નદીમાં તે માછલી પકડવા ગયો હોવાની જાણકારી મળતા ઝરપરાના ૩ તરવૈયા ઉંમર દાઉદ, સલીમ સિદ્ધિક અને ઈબ્રાહીમ આમદ એ તરવૈયાઓએ ગઈકાલે રાત્રી સુધી સોનુ કુમારના મૃતદેહને શોધવા મહેનત કરી હતી અને ભુજ ની ફાયર ફાઇટર ટીમ એ પણ ખુબ મહેનત કરી હતી.. પણ સફળતા મળી ન હતી.. બાદમાં ઝીરો પોઇન્ટ પોલીસ મથકના દિનેશ ગોહિલ અને નવીન ખટાણાએ જણાવ્યું કે સોનુ કુમારનો મૃત દેહ બપોરે બે વાગ્યે તેનો ધડ તરતો જોવા મળતા તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પી એમ માટે મુન્દ્રા જનરલ હોસ્પીટલ લઈ જવા માં આવ્યો હતો. મુન્દ્રા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. (તસ્વીર: રાજ સંઘવી)

(7:35 PM IST)