<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં જેલમાં બંધ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની કોર્ટમાં જામીન અરજી

આવતીકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે: તેમણે કેસની તપાસમાં સહકાર આપવાની બાંહેધરી પણ આપી: રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના બહુચર્ચિત જમીન કૌભાંડમાં 10 કરોડ રૂપિયાની લાંચ લેવાના ગંભીર આરોપ હેઠળ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલ કસ્ટડીમાં મોકલાયા હતાં. હવે તેમણે જામીન માટે અરજી કરી છે.

સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં ઈડી દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલે હવે જેલની બહાર આવવા માટે જામીન અરજી કરી છે. આવતીકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. તેમણે કેસની તપાસમાં સહકાર આપવાની બાંહેધરી પણ આપી છે. રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, ત્યારે તેમના કાયદાકીય પ્રતિનિધિઓ દ્વારા આગામી દિવસોમાં જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે.ED દ્વારા કરવામાં આવેલી ધરપકડની પ્રક્રિયાને પણ હાઈકોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે.  

(8:37 PM IST)