<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

વિસાવદરની રઘુવંશી દીકરી નીતાબેન સાદરાણીની ગિર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી તરીકે નિયુક્તિ

જાહેર જીવનમાં સક્રિય નિતાબેન અગાઉની ટર્મમાં તાલાલા શહેરના મંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી ચૂક્યા છે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના ગણપતિ ઉત્સવ સમિતિના સેવાભાવી સુરેશભાઈ સાદરાણીના બહેન નીતાબેન તાલાલા ખાતે રાચ્છ પરિવારમાં સાસરે છે તેઓની આજરોજ ગિર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.
ભાજપ પક્ષને સમર્પિત અને હંમેશા જાહેર જીવનમાં સક્રિય નિતાબેન અગાઉની ટર્મમાં તાલાલા શહેરના મંત્રી તરીકે યશસ્વી સેવાઓ આપી ચૂક્યા છે. નિતાબેનની ભાજપના જિલ્લા કક્ષાના પદિધિકારી તરીકે નિમણૂક થતા વિસાવદર તથા તાલાલા રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે તેમને તમામ સમાજના લોકો તરફથી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તેમના મોટાભાઈ વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના સેવાભાવી પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા ભાભી કાજલબેન વિસાવદરમાં અનેક લોકોને મફત ટિફિન સેવા,મેડિકલ સેવાઓ, મેડિકલ સાધનો, ખાપણ કાટીયાની કિટની સેવાઓ તથા શબવાહીનીની સેવા ઉપરાંત સબપેટીની સેવા ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને મફત ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત દાતાઓના સહયોગથી રાશનકીટ ઉપરાંત અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે.

(9:03 PM IST)