હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરના 20 વર્ષ જુના ડબલ મર્ડર અને ફાયરિંગ કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર સીટી બી ડિવિઝન પોલીસે દબોચી લીધો
આરોપી રમેશચંદ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર નામ બદલી રહેતો હોવાની બાતમી મળતા પોલીસ ટીમે વેશપલટો કરી બે દિવસ સુધી સર્વેલન્સ અને રેકી કરીને આરોપીને ઝડપી લીધો

જામનગર શહેરમા બનેલ ૨૦ વર્ષ જુના ડબલ મર્ડર અને ફાયરિંગ કેસમાં ૨૦ વર્ષથી નાસ્તા-ફરતા આરોપીને જામનગર સીટી બી ડિવીઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવાયો છે
આ અંગેની વિગત મુજબ ગત તારીખ 13/12/06 ના રોજ 'દીપાલી એન્ટરપ્રાઇઝ'ની ઓફિસમાં ઉઘરાણીના મામલે થયેલા વિવાદમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. જેમાં રમેશચંદ્ર દૌદયાલ અગ્રવાલ અને આલાભાઈ કમાભાઈ રબારીના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુરન-૦૪૬૬/૨૦૦૬ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭, ૧૨૦(બી) આર્મ્સ એકટ કલમ ૨૫(૧) બીએ મુજબનો ગુનો નોંધાયેલ હતો.
ગુના બાબતે આઈ.જી.પી. રાજકોટ રેંજ,અશોકકુમાર યાદવનાઓની સુચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા I/C પોલીસ અધિક્ષક પ્રતીભાનાઓની સુચના તેમજ જામ શહેરના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ એસ.આઇ.ટી. ટીમની રચના કરવામા આવેલ. જેમાં સીટી-બી પો.ઇન્સ., પો.સ.ઇ.એમ.વી.મોઢવાડીયા, પો.સ.ઈ.એમ.વી.ભાટીયા, પો.સ.ઈ.પી.એન.મોરી નાઓની સાથે એક એસ.આઇ.ટી. ટીમની રચના કરવામાં આવેલ. જે બાદ સદરહુ ગુનામાં છેલ્લા 20 વર્ષ થી-ગુનો બન્યો ત્યારથી ફરાર હત્યાના આરોપીઓને ત્વરીત પકડી પાડવા માટે તપાસ કરનાર પો.ઇન્સ. સીટી બી ડિવી.પો. સ્ટે. નાઓને સુચના કરવામા આવેલ જે બાદ એસ.આઈ.ટી ની ટીમએ કાગળોનો અભ્યાસ કરી ટેકનિકલ તથા હ્યુમન્સોર્સિથી સતત પ્રયત્નો કરવામા આવેલ
જે બાદ સદરહું ગુન્હાના આરોપીઓને પકડી પાડવા એસ.આઈ.ટી. ની ટીમ પો.સબ ઇન્સ. એમ વી મોઢવાડીયાના નેતૃત્વમાં પો.હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ વાઢેર તથા પો.કોન્સ સાજીદભાઈ બેલીમનાઓને મોકલતા તેઓને માહીતી મળેલ કે આરોપી-જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ સ/ઓ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર (રહે અજીતમલ જી.ઓરૈયા રાજ્ય ઉતર પ્રદેશ વાળા ગામ માં સાંઈબાબા ના મંદિર પાસે )પોતાનું નામ બદલી ને રહે છે જેથી લાંબા સમય સુધી ટેકનીકલ તપાસ કર્યા બાદ, ટીમના સભ્યોએ પોતાનો વેશ પલટો કરી ર દિવસ સુધી સર્વેલંસ તથા રેકી કરતા જાણવા મળેલ કે આરોપી પોતાના અલગ-અલગ નામનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી ને રહે છે જેથી આરોપીને સાચી ઓળખ કરીને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી (૧) જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ સ/ઓ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર રહે અજીતમલ જી.ઓરૈયા રાજ્ય ઉતર પ્રદેશ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
