News of Wednesday, 4th February 2026
મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બાળ નાટ્ય, નૃત્ય નાટિકામાં રાજ્યકક્ષાએ ડંકો વાગડ્યો.
ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલે સર્વેને અભિનંદન પાઠવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સાર્થક વિદ્યામંદિરએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી છે. ગત તા 2/2/26 ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક/ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં સાર્થક વિદ્યામંદિરમાંથી નૃત્ય નાટિકા (કાન ગોપીનો વેશ) સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર , નાટક (જસમા ઓડણ) સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર, શ્રેષ્ઠ અભિનય ( ઇન્દ્ર) કેવિન રાહુલભાઈ ભંખોડિયા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક & નૃત્ય નિર્દેશક રવિરાજ પ્રાણજીવનભાઈ પૈજા રહ્યા હતા. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
