News of Thursday, 5th February 2026
મોરબીમાં ગેરકાયદે ડ્રેનેજ અને વોટર કનેક્શન કાયદેસર કરાવી લેવા મનપાની જાહેર અપીલ.
મહાનગરપાલિકાની મંજૂરી વિના લેવાયેલ કોઈપણ ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર ગણાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યા હોવાની નોંધ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવી છે. જેને રેગ્યુલર કરવા મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ એન્ડ ડ્રેનેજ શાખા દ્વારા જાહેર જનતાને તાકીદ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શનના કારણે જાહેર આરોગ્ય, સ્વચ્છતા તેમજ ડ્રેનેજ વ્યવસ્થામાં ગંભીર અડચણો ઊભી થતી હોય છે. આ બાબતે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મહાનગરપાલિકાની મંજૂરી વિના લેવાયેલ કોઈપણ ડ્રેનેજ કનેક્શન ગેરકાયદેસર ગણાશે. જો કોઈ મિલકતમાં બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન જણાશે તો સંબંધિત સામે મહાનગરપાલિકા અધિનિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, મહાનગરપાલિકા નિયમ મુજબ નિર્ધારિત દંડ રકમ તથા ચાર્જ વસૂલવામાં આવશે, અને જરૂરી જણાય ત્યાં કનેક્શન તાત્કાલિક રીતે દૂર કરવામાં આવશે. જેની સર્વે બિનઅધિકૃત ડ્રેનેજ કનેક્શન લેનાર જાહેર જનતાને નોંધ લેવા જણાવાયું છે.
આથી મોરબી શહેરના તમામ નાગરિકોને જાણ ક૨વામાં આવી છે કે, તેઓ પોતાની મિલકતમાં ડ્રેનેજ કનેક્શન મોરબી મહાનગરપાલિકાની મંજૂરી તથા નિયમો અનુસાર જ લેવાયેલા હોવાની ખાતરી કરે. જો કોઈ નાગરિકે અગાઉ બિનઅધિકૃત રીતે ડ્રેનેજ કનેક્શન લીધું હોય તો તેઓ તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ એન્ડ ડ્રેનેજ શાખામાં સંપર્ક કરી નિયમિત કરવાની કાર્યવાહી કરવાની રહેશે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
