News of Thursday, 5th February 2026
પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રામભાઈ મોકરીયા દ્વારા ૧૦.૬૧ કરોડની જુદા-જુદા કામો માટે ગ્રાન્ટની ફાળવણી
રામભાઈ મોકરીયાની દ્રઢ-દુરંદેશી આગેવાનીના કારણે પોરબંદર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે : બાળવિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લેવાયેલા આ પગલાંઓથી જિલ્લાની આવનારી પેઢીને લાંબા ગાળાનો લાભ મળશે

રાજકોટ, તા.૪: રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમ્યાન પોરબંદર શહેર તથા સમગ્ર પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની સંસદ સભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ કરોડ ૬૧ લાખ જેવી ઐતિહાસિક અને માતબર રકમ ફાળવવામાં આવી છે.
સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ ૅવિકાસ સર્વ માટેૅના મંત્રને સાર્થક કરતા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્ય તથા શહેર તથા ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે પોરબંદર જિલ્લાના નાગરિકોને સીધી રીતે લાભ મળે તેવા લોકહિતકારી કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેની વિગત નીચે પ્રમાણે છે.
પોરબંદર જિલ્લામાં બાળશિક્ષણ અને પોષણ વ્યવસ્થાને આધુનિક બનાવવાના હેતુસર સ્માર્ટ આંગણવાડી બનાવવાની યોજનાનો મૂળ હેતુ ગમ્મત સાથે જ્ઞાન મળે,બાળકોને ડિજિટલી જ્ઞાન મળે, બાળકો રમતા રમતા શીખે,અને બહાર વગરના ભણતર સાથે શિક્ષણના આધુનિક પ્રવાહ સાથે તાલમેલ મેળવે આ માટે આ સ્માર્ટ આંગણવાડી યોજના માટે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રૂપિયા ૬ કરોડ ૪૫ લાખ રૂપિયા ફાળવેલ છે.
બાળકો અને યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તથા નવી પેઢી સંશોધન તરફ પ્રેરાય તેમજ,બાળકો ર્વકિંગ મોડેલનો સ્પર્શ કરીને વાસ્તવિક જ્ઞાન મેળવે,જેનું હેન્ડઓન દ્વારા (હાથથી સ્પર્શ કરી ટચ કરીને અનુભવ મેળવી જ્ઞાન મેળવી શકે )તેમજ આધુનિક ટેકનોલોજી યુગમાં તાલમેલ મેળવી શકે. આધુનિક ટેકનોલોજી થી જાણકાર બને તે હેતુથી સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં (સાયન્સ પાર્ક/સાયન્સ લેબ) માટે રૂપિયા ૩ કરોડ ૪૫ લાખ જેવી માતબર રકમ ફાળવી છે.
ઉપરાંત જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં જન સામાન્યની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પેવર બ્લોક તથા સી.સી. રોડ, આધુનિક બસ સ્ટેન્ડ, સ્મશાનગળહ તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોમ્યુનિટી હોલની જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમજ ગરીબ તથા ઘરવિહોના માટે રેન બસેરા તેમજ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા એમ્બ્યુલન્સ, આ તમામ કાર્યો માટે કુલ મળીને રૂપિયા ૧૦ કરોડ ૬૧ લાખની ગ્રાન્ટ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા ફાળવવામાં આવી છે.
રામભાઈ મોકરીયાની આ દ્રઢ અને દુરંદેશી આગેવાનીના કારણે પોરબંદર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. ખાસ કરીને બાળવિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લેવાયેલા આ પગલાંઓથી જિલ્લાની આવનારી પેઢીને લાંબા ગાળાનો લાભ મળશે.
પોરબંદરના નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સંસદસભ્ય રામભાઈ મોકરીયાના આ વિકાસલક્ષી અને જનહિતકારી અભિગમને વ્યાપક સમર્થન અને પ્રશંસા મળી રહી છે.આવનારા સમયમાં પણ પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેઓ આવા લોકહિતકારી કાર્યોને સતત આગળ વધારતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
