<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

પવનના સૂસવાટાના કારણે સવારે ઠંડકની અસરઃ લઘુતમ તાપમાનનો પારો ઉંચો

રાજકોટ તા.પઃ રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. પવનના સૂસવાટાના કારણે સવારે ઠંડકનો ચમકારો અનુભવાયો છે. જો કે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ઠંડકની વધુ અસર અનુભવાતી નથી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.૪, મહતમ તાપમાન ૨૮, ભેજનું પ્રમાણ ૬૭%, પવનની ગતિ ૮.૨ કિ.મી. રહી હતી.

(11:04 AM IST)