<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ભાવનગર પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરી બોલેરોમાં મમરાની બોરીમાં રાખેલ ૯૦ લાખનો દારૂ ઝડપી લીધો : આરોપીઓ અંધારામાં ફરાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૫: ભાવનગરના પેરોલ ફલોં સ્‍ક્‍વોર્ડના સ્‍ટાફ એ સુરકા ગામ નજીક ડુંગરની ગાળીમાં ઈંગ્‍લીશ દારૂનું મસમોટું કટિંગ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી ૮૬.૫૭ લાખનો દારૂ તેમજ બે બોલેરો પીકઅપ વાન અને બાઈક મળી કુલ રૂ. ૯૬.૮૯ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસને જોઈને  આરોપી ભાગવા જતા ફિલ્‍મી દ્રશ્‍યો સર્જાયો હતા. આરોપીઓ ભાગવામાં સફળ થયા હતા.

ભાવનગર પેરોલ ફલો સ્‍ક્‍વોર્ડના સ્‍ટાફે ગ્રામ્‍ય વિસ્‍તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં નાઇટ રાઉન્‍ડમા પેટ્રોલીંગમાં હતા સિહોર  ટાણા ચોકડી ખાતે પહોંચતા  બાતમી મળેલ કે મોટા સુરકા ગામે પાણીના પરબથી સોનગઢ તરફ જતા ખોડીયાર માતાના મંદીર તરફના કાચા રસ્‍તે ડુંગરની ગાળીમાં વિરેન્‍દ્રસિંહ ઉર્ફે પિન્‍ટુ કુકડ તથા ભાવેશ જેઠા ચાવડા તથા ઘનશ્‍યામ ઉર્ફે છડી ભરવાડ તથા મુન્ની ઉર્ફે ફેકાળો કોળી તથા વરૂલ બારૈયા ભેગા મળી આ ડુંગરની ગાળીમા ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો ઉતારેલ છે અને પીક અપ વાહન મારફતે હેરાફેરી તથા કટીંગ કરે છે તેવી બાદ તમે મળતા તુર્તજ બે પંચો બોલાવી બાતમીવાળી જગ્‍યાએ પહોચતા સરકારી ગાડી જોઈ એક ઇસમ પોતાના કબ્‍જાની બોલેરો પીક લઈને ભાગવા જતા કાચા રોડની બાજુમાં આવેલ ઊંડા ખાળીયામાં ગાડી ઉતારી દીધેલ. જે પીકઅપનું આગળનું બોનેટ ખાડીયા ના ઉપરના ભાગે રહેલ અને પાછળનો ભાગ  ખાળીયા તરફ ઉતરી ગયેલ અને ઇસમ ગાડીમાંથી ઉતરી ડુંગરની ગાળીમાં ભાગી ગયેલ જે ગાડી જોતા મહીન્‍ડા કંપનીની સફેદ કલરની બોલેરો પીકઅપ જેના નંબર GJ૦૪-AW-૮૮૦૯ લખેલ. મહીન્‍દ્રા કંપનીની બોલેરો પીકઅપમાં અંદરના ભાગે જોતા મમરાની બોરીઓની આડશમા છુપાવેલ પરપ્રાંતીય ઇંગ્‍લિશની પેટીઓનો જથ્‍થો ભરેલ જોવામાં આવે છે. તેમજ અન્‍ય એક સફેદ કલરની મહીન્‍દ્ર કંપનીની બોલેરો પીકઅપ જેનો નંબર જોતા -૦૩ ૦૯૮૯ નો જોવામા આવેલ જેની અંદર પણ પરપ્રાંતીય ઇંગ્‍લિશ દારૂની પેટીઓનો જથ્‍થો ભરેલ જેવામાં આવેલ તથા બન્ને વાહનની બાજુમાં નીચે ખુલ્લી પડતર જગ્‍યામાં પરપ્રાંતીય ઇંગ્‍લિશ દારૂની પેટીઓનો ઢગલો પડેલ જેવામા આવેલ જે બન્ને વાહનમાં ભરેલ દારૂની પેટીઓ તથા પડતર જગ્‍યામા પડેલ જથ્‍થો ગણી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની પેટીઓ નંગ-૫૧૧ જેમાં નાની મોટી બોટલ નંગ-૧૪,૫૯૩/ જેની કુલ કિ.રૂ ૮૯,૫૭,૩૯૦નો મુદામાલ તેમજ હેરાફેરીના ઉપયોગ લીધેલ સફેદ કલરના બોલેરો પીકઅપ નં. GJ-૦૩-BV-૦૯૮૯  તથા  ૮૮૦૯ જે બન્નેની કિ.રૂ ૧૦ લાખ તેમજ એક  સ્‍પ્‍લેન્‍ડર મો.સા કિ.રૂ ૨૫ હજાર મળી કુલ કિ.રૂ. ૯૬, ૮૨,૩૯૦/ ના મુદામાલ મુકી આરોપીઓ સ્‍થળ ઉપરથી નાસી ગયેલ પોલીસે   ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 AM IST)