News of Thursday, 5th February 2026
સુરેન્દ્રનગરનાં બામણવાની સીમમાં પ્રેમી પંખીડાનો આપઘાત
એક જ ગામના અને સગા થતા હોવાથી પ્રેમમાં વિધ્ન આવતા ગળેફાંસો ખાઇને મોત મીઠુ કરી લીધુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. પ :.. મળતક યુવકનું નામ કળણાલ રમેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૨૧, અને યુવતીનું નામ જાનકી સતીષભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૧૯ છે. બંને લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. જોકે, બંને એક જ ગામના અને સગા થતા હોવાથી સામાજિક રીતે તેમનું એક થવું અશકય હતું. સમાજ અને પરિવારના બંધનો વચ્ચે પોતાના પ્રેમને સફળ ન થતો જોઈ, બંનેએ સાથે મળીને મોતને વહાલું કરવાનો નિર્ણય કર્યો હતો. ગત રાત્રે બામણવા ગામની સીમમાં ઝાડ સાથે દોરડું બાંધી બંનેએ આત્મહત્યા કરી લીધી હતી.
સવારે જ્યારે ગ્રામજનો સીમમાં ગયા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પરિવારજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી. દસાડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પંચનામું કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે બંનેના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે આ પાછળ અન્ય કોઈ દબાણ કે કારણ જવાબદાર છે કે કેમ.
એક જ જ્ઞાતિના અને આશાસ્પદ યુવક-યુવતીના મોતથી ઠાકોર સમાજ અને બામણવા ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૧ વર્ષના કળણાલ અને ૧૯ વર્ષની જાનકીના અકાળે અવસાનથી બે પરિવારોએ પોતાના વહાલસોયા સંતાનો ગુમાવ્યા છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
