તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
જુનાગઢ મહાશિવરાત્રી મેળાના રૂટનું અનિલકુમાર રાણાવસીયા અને તંત્ર દ્વારા નિરીક્ષણ
ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર ૩.૫ કિલોમીટરના રૂટ ઉપર ભાવિકોને કોઈ મુશ્કેલી નહીં પડેઃ વાહનોના જરૂરી નિયંત્રણથી ભાવિકોની સુગમતા રહેશે : રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મેળાના તમામ આયોજનોના કેન્દ્રમાં ભાવિકોની સગવડતા છેઃ કલેકટર અનિલકુમાર રાણાવસિયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.,પ : જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં યોજાતો પારંપરિક મહાશિવરાત્રીનો મેળો વધુ ભવ્યતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે, ત્યારે આજે આ મેળાની વિશેષ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર દરવાજાથી ચાલીને ભવનાથ મંદિર સુધી અને રવેડીના રૂટનું ચાલીને જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની સાથે જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, એસ.પી સુબોધ ઓડેદરા, મેળા અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ અને મેળાની વિવિધ કમિટીના અધ્યક્ષોએ ચાલીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રસ્તામાં જ્યાં જ્યાં ભાવિકોની સગવડતા ની વિશેષ આવશ્યકતા હતી ત્યાં સંબંધિત અધિકારીને કામગીરી માટે સૂચના આપી હતી.
આ રૂટ નિરીક્ષણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને કેન્દ્રમાં રાખીને તેમને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે સાંજે સાધુ સંતોની ભવનાથ પ્રવેશ દ્વારથી ભવનાથ મંદિર સુધીની યોજાનાર ડમરૂ યાત્રા, મહાઆરતી અને ધર્મસભા ઉપરાંત સાંસ્કળતિક કાર્યક્રમને આખરી ઓપ આપવાના સંદર્ભમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીના નેતળત્વમાં ગિરનાર દરવાજાથી રૂટ નિરીક્ષણ શરૂ થયું હતું. જે દરમિયાન દામોદર કુંડ, રામટેકરી સર્કલ, રવેડીનો જે રૂટ વધારવામાં આવ્યો છે તે નવો રૂટ, મળગીકુંડ સહિતની જગ્યાના નિરીક્ષણ દરમિયાન ભાવિકોને અગવડતા ન પડે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો અને સંલગ્ન અધિકારીઓને જરૂરી ફેરફારો કરવા માટે પણ નિર્દેશ આપ્યા હતા.
મહાશિવરાત્રીના મેળાના રૂટ નિરીક્ષણ અને બેઠકમાં કમિશનર તેજસ પરમાર જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેકટર સુશ્રી વંદના વીણા, આસિસ્ટન્ટ કલેકટર પ્રતીક જૈન, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા,પ્રાંત અધિકારી અને મેળા અધિકારી ચરણ સિંહ ગોહિલ, કે.વી. બાટી સહિતના અધિકારીઓ જોડાયા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
