<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ચીફ ઓફિસરો ની બદલીઓ પણ દ્વારકા જીલ્લામાં ૩ જગ્‍યા ખાલી જ રહી !

 

ખંભાળીયા, તા. પ :  રાજયના શહેરી વિકસ વિભાગ દ્વારા ૧૮ ચીફ ઓફીસરોની સામુહિક બદલીઓ કરવા હુકમ થયો છે. જેમાં વાંકોનર ફરજ બજાવતા ગીરીશ સરૈયાને ધ્રોલ ન.પા.માં ચીફ ઓફિસર તરીકે મુકાયા છે. અગાઉ ખંભાળિયામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ગયેલા યશપાલસિંહ વાઘેલાને સંતરામપુરની વલસાડ મુકાયા છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા ભલે ૧૮ ચીફ ઓફિસરોની બદલીઓ થઇ પણ દ્વારકા જિલ્લામાં ૬માંથી ત્રણ જગ્‍યાઓ ખાલી જ રહી ગઇ છે. દ્વારકા જિલ્લાના ઓખા, જામરાવલ તથા સલાયાની નગરપાલિકાઓમાં લાંબા સમયની ચીફ ઓફિસરની જગ્‍યાઓ ખાલી જ રહી ગઇ છે.

ખંભાળિયાના સી.ઓ. યથાવત લેટરકાંડનો જાદુના ચાલ્‍યો !!

 તાજેતરમાં ખંભાળિયા પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરને બદલવા માટે ખોટી સહીઓ સાથે લેટરકાંડ થયેલો જેમાં શહેરી વિકાસ ખાતાને સીધી રજુઆતો કરાઇ હતી પણ આ બનાવટી સહીઓનો જાદુ ના થયો હોય તેમ ખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર યથાવત જ રહ્યા છે !

(12:12 PM IST)