News of Thursday, 5th February 2026
જામનગરમાં અડધી રાત્રે દેકારા સાથે બાઈકમાં બેફામ ડ્રાઇવિંગ કરતી ટોળકીનો ત્રાસ
પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળકી ચિચિયારો પાડતા અને બેફામ ડ્રાઇવિંગ કરતી નીકળતા ભય ફેલાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : જામનગરમાં મોડી રાત્રે બેફામ ડ્રાઇવિંગ કરતી ધૂમ ગેંગ સક્રીય થઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ગત મંગળવારે રાત્રે ૧ વાગ્યા પછી કેટલાક શખ્સો ટુ-વ્હીલર પર બેફામ ડ્રાઇવિંગ કરતા તથા દેકારો બોલાવતા વિવિધ રસ્તાઓ પરથી પસાર થતા શહેરીજનો ભયમાં મૂકાયા હતાં.
પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક વગેરે વિસ્તારોમાંથી સંખ્યાબંધ ટુ-વ્હીલર પર એક ટોળકી ચિચિયારો પાડતા અને બેફામ ડ્રાઇવિંગ કરતી નીકળી હતી. સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા આ બેફામ વાહન ચાલકોએ પોતાની સાથે જ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. આ લોકોને જાણે પોલીસ કે કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય એમ અડધી રાત્રે દેકારો બોલાવતા ઓવર સ્પીડમાં રસ્તાઓ પરથી પસાર થયા હતાં. જે અંગેનાં વિડીયો પણ સોશ્યલ મિડીયામાં વહેતા થયા છે.
ત્યારે લોકોની સલામતિને જોખમમાં મૂકતા આ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરે તથા શહેરમાં વિવિધ પોઇન્ટ પર લગાવેલા cctv કેમેરાઓને તપાસી આ ધૂમ ગેંગનું પગેરૂ દબાવી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
