News of Thursday, 5th February 2026
અમરેલીના સારહિ તપોવન આશ્રમની મુલાકાતે જેની ઠુંમર-પ્રતાપ દુધાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૫: આ અવસરે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી દ્વારા સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવળત્તિઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં તપોવન આશ્રમ, સંસ્થા દ્વારા સ્થાપિત લેબોરેટરી, વિનામૂલ્યે ઉપલબ્ધ મેડિકલ સાધનો તથા વિવિધ સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવળત્તિઓનો સમાવેશ થાય છે.
મહેમાનોએ આશ્રમમાં નિવાસ કરતા રહેવાસી વળદ્ધો (તપસ્વીઓ) ને રૂબરૂ મળી તેમના અનુભવો જાણ્યા તથા આશ્રમની મુલાકાત લીધી. સંસ્થાની સેવાભાવી કામગીરી અને પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતાં, સારહિ તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા તથા પ્રમુખ મુકેશભાઈ સંઘાણી અને સમગ્ર સારહિ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, ખજાનચી સુરેશભાઈ શેખવા, ચંદુભાઈ રામાણી સહિત સંસ્થાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
