તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 5th February 2026
વિસાવદર કોર્ટનો સજાનો આરોપી જુનાગઢમાં ઝડપાયો

જુનાગઢ, તા. પઃ પ્રીન્સીપાલ જજ ફેમિલી કોર્ટ વિસાવદર કોર્ટની ફો.પ.અ.નં.-૧૧૯/૨૦૨૫ ના કામે છેલ્લા ૨ માસથી સજા થયેલ અને નાસતો ફરતો આરોપી કમલેશ જેન્તીભાઈ મકવાણા પોલીસ પકડથી દુર રહેવા નાસતો ફરતો હોય જે આરોપી હાલ જુનાગઢમા પ્રદિપ ખાડીયા બોર્ડીંગવાસ મા પોતાના મડાને આવેલ છે જે બાતમી આધારે પ્રદિપ ચોડી સ્ટાફ દ્વારા ટીમ બનાવી મજકુર આરોપી મળી આવવાની શકયતા વાળા વિસ્તારમા સતત પેટ્રોલીંગ અને વોચ કરી સજા થયેલ આરોપી કમલેશ જેન્તીભાઈ મકવાણાને પડડી સજા વોરંટની અમલવારી કરવામાં આવેલ છે.
આ કામગીરી પ્રો. પો.ઈન્સ. શ્રી વિ.જે.સાવજ તથા પો. સબ ઇન્સ. શ્રી આર.બી.ખેર તથા એ.એસ.આઈ જે.પી.મેતા તથા પો.કોન્સ. ચીમનભાઈ નારણભાઈ તથા સ્વીભાઈ ગગજીભાઈ તથા સુખદેવસિંહ જીલુભાઈ પો.સ્ટાફે સાથે રહી ટીમ વર્ક થી કામગીરી કરવામાં આવેલ છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
