News of Thursday, 5th February 2026
શાળાએથી ઘરે નહી આવેલ સગીરને ‘ઓપરેશન મુસ્કાન' અંતર્ગત શોધી પરીવારને સોંપી આપતા જૂનાગઢ સી.ડીવી.પોલીસ

જુનાગઢ તા.પઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ‘‘ઓપરેશન મુસ્કાન'' અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં તથા અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાએ માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અનુસંધાને સી.ડીવી.પો.સ્ટે.મા અરજદાર મહેશભાઇ દેવશીભાઇ માકડિયા રહે-જુનાગઢ મધુરમ ત્રિલોક નગરનો સગીર વયનો દિકરો ભવ્યાંગ ઉ.વ.-૧૨ વર્ષ વાળો શાળાએથી ઘરે આવેલ નથી જે અન્વયે સી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહીલ નાઓએ સર્વલન્સ સ્ટાફને સુચના આપેલ હોય જે અન્વયે ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે પો.સબ ઇન્સ. આર.એમ.વાળા તથા પો.હેડ કોન્સ કરણસિંહ ઝણકાત તથા પો.કોન્સ હરદાસભાઇ નંદાણીયા તથા દિનેશભાઇ જીલડીયા નાઓ સગીરની શોધખોળ કરવા આશરે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમજ નેત્રમ શાખાના કેમેરાના ફુટેઝને તપાસતા સગીર દિકરો ભવ્યાંગ મધુરમ રામાપીરના મંદિર પાસેથી મળી આવેલ જેથી સગીરને તેમના પરીવારને સોંપી આપેલ છે.આ તકે પરીવારે સી.ડીવી.પો.સ્ટે ના પો.સ્ટાફનો આભાર માનેલ હતો. આમ સી-ડીવી.પોલીસે એક જ દિવસમાં બે સગીર વયના દિકરા દિકરીને શોધીને તેમના પરિવારને સોંપી સુખદ મીલન કરાવી માનવતા ભર્યું કામ કરેલ છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
