News of Thursday, 5th February 2026
પોરબંદરના ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં એડવોકેટ અશોકભાઇ મહેતાનું અભિવાદન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૫: પોરબંદર શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી સ્વ મધુસુદનભાઇ મહેતાના પુત્રએડવોકેટ અશોકભાઇ મહેતાનું ટ્રસ્ટી ની ઓફીસ ખાતે પધારતા તેમનું ટ્રસ્ટના ડો.વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ અભિવાદન કરી અભિનંદન પાઠવ્યા હતા.
ધારાશાસ્ત્રી સ્વ.મધુસુદનભાઇ મહેતાના પુત્ર એડવોકેટ અને પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા પ્રેરિત સાંદીપનિ વિદ્યા નિકેતન હરિમંદિરમાં સેવા આપતા શ્રી અશોક ભાઇ મહેતા નું ટ્રષ્ટ નાં પ્રમુખ અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ અભિવાદન કરતા આ સંસ્થા સાથે સંકળાયેલા ટ્રસ્ટી મધુસૂદનભાઈ મહેતા સાથેના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે. શિક્ષણ સમાજ અને સેવા ના પર્યાય એવા સ્વ મધુસૂદન ભાઈ સાલસ સ્વભાવ ધરાવતા અગ્રીમ પંક્તિના ધારાશાષાી હતા. પ્રેમાળ, પથદર્શક ટ્રસ્ટી તરીકે તેઓનો નોલેજ અનુભવ અને દીર્ધ દ્રષ્ટિ ના લાભ મળ્યો તેનું ગૌરવ છે.
આ અભિવાદન અવસરે ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, ગોઢાણીયા બી એડ કોલેજનાં ડાયરેક્ટર ડો.ઈશ્વરલાલ ભરડા ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો.કેતનભાઇ શાહ ટ્રસ્ટના સેક્રેટરી કમલેશભાઈ થાનકી સહીત ગોઢાણીયા પરિવાર ઉપસ્થિત રહીને ખુશીની લાગણી અનુભવી હતી
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
