<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

ગુજરાત રાજસ્‍થાન રાજ્‍ય માટે પ્રાદેશિક ફિલ્‍મોનું સર્ટિફિકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટીફીકેટ એટલે કોઈ પણ ડોકયુમેન્‍ટરી, વેબ સીરીઝ, ફિલ્‍મ ઓટીટી પ્‍લેટફોર્મ કે થિયેટરમાં રજૂ કરવા માટે માંગવામાં આવતું સર્ટિફિકેટ, જેની શાખા માંગ મુંબઈમાં છે. જેના નીચે ઘણા રાજ્‍યોનો સમાવેશ થાય છે. તેથી તેના ઉપર ઘણું ભારણ રહે છે. ઘણા સમયથી ગુજરાત તેમજ રાજસ્‍થાનના ફિલ્‍મ જગતના પ્રતિનિધિઓ દ્વારા સાંસદ કેસરી દેવસિંહજીને ગુજરાતમાં સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટીફીકેટની શાખા ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તે ધ્‍યાનમાં રાખી સાંસદ દ્વારા રાજ્‍ય સભામાં ગુજરાત રાજ્‍યમાં નવી શાખા ખુલે અને પ્રાદેશિક ફિલ્‍મ જગતને પ્રોત્‍સાહન મળે તે હેતુથી રાજ્‍યસભાના માધ્‍યમથી સરકાર પાસે માંગણી મુકેલ હતી. સી.બી.એફ.સી.ની નવી બ્રાન્‍ચ ગુજરાતમાં આવવાથી ફિલ્‍મ જગત માટે સરળ પ્રક્રિયા અને ઝડપથી ફિલ્‍મો સર્ટી ફાઈડ થઈ રિલીઝ કરી શકાશે.

(1:31 PM IST)