<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

પોરબંદરમાં ચાની જાણીતી પેઢી પર GST વિભાગે દરોડા પાડ્યા : હિસાબી દસ્તાવેજો જપ્ત કરાયા

અધિકારીઓએ હોલસેલના વ્યાપારી રોયલ દતાની ચ્હા ની દુકાન અને ગોડાઉન માં દરોડો કાર્યવાહીથી મોટી G S T ચોરી સામે આવે તેવી શક્યતા

પોરબંદરની જાણીતી પેઢીમાં G S T  વિભાગે દરોડા પાડ્યા છે. શહેરની મુખ્ય બજારમાં આવેલી જૂની જાણીતી પેઢીમાં સવારે પડ્યો G S T વિભાગે દરોડા પાડ્યા છે. સુતાર વાળા કેદારેશ્વર મંદિરે પાસે આવેલી એક પેઢીમાં G S T વિભાગે દરોડા પાડીને વ્યાપારીની પૂછપરછ  કરી હિસાબી દસ્તાવેજ કબજે કર્યા છે. રોયલ દતાની ચા નામની વર્ષો જૂની પેઢીમાં G S T વિભાગે દરોડા પાડવામાં આવતા સુતારવાડા વિસ્તારના વ્યાપારીઓ ચર્ચાનો દોર શરૂ થયો છે.  G s t વિભાગના અધિકારીઓએ હોલસેલના વ્યાપારી રોયલ દતાની ચ્હા ની દુકાન અને ગોડાઉન માં દરોડો કાર્યવાહીથી મોટી G S T ચોરી સામે આવે તેવી શક્યતાઓ સિવાય રહી છે.

 

(5:55 PM IST)