News of Thursday, 5th February 2026
પોરબંદરના નવબંદર વિસ્તારના ચોકાસા ગામમાં જુગાર દરોડો :64 હજારથી વધુની રોકડ સાથે પાંચ શખ્શોની ધરપકડ : ચાર ફરાર
ભાદર પુલ પાસે બાવળની કાંટમાં એલસીબીએ દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી : પોલીસે પાંચ આરોપીને રંગેહાથ ઝડપ્યા

પોરબંદર જિલ્લામાં જુગારની બદી નાબૂદ કરવા ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ નવીબંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચીકાસા ગામે દરોડો પાડ્યો છે. પોલીસે ₹64,800 રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કરીને પાંચ શખ્સોની ધરપકડ કરી છે,
LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને ગુપ્ત બાતમી મળી હતી કે ચીકાસા ગામના ભાદર પુલ પાસે બાવળની કાંટમાં કેટલાક શખ્શો જાહેરમાં જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે તુરંત રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ ₹64,800 રોકડ રકમ અને ગંજીપત્તાના 52 પાનાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં કિરણ બાબુભાઈ પરમાર (રહે. સાપુર), ઉત્તમ ઉર્ફે ભોલો રાજેશભાઈ માકડીયા (રહે. માંગરોળ), વિપુલ કાંધાભાઈ વાઢીયા (રહે. ફરેર), વિક્રમ લખમણભાઈ ભોગેસરા (રહે. ભોગસર) અને હાજાભાઈ ભુરાભાઈ ભોગેસરા (રહે. ભોગસર) નો સમાવેશ થાય છે.
દરોડા દરમિયાન અર્જણ સરમણભાઈ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશનભાઈ પંડિત, પ્રવિણ ઉર્ફે સોપારીવાળો જીણાભાઈ કરગટીયા અને રામદે પરબતભાઈ ઓડેદરા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ નવીબંદર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
