<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

UGCના નવા કાયદા સામે કરણીસેના આરપાસની લડાઈ માટે તૈયાર :કહ્યું- જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ આ કાયદાને "કાળો કાયદો" ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી

કચ્છમાં કરણી સેનાએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાવવામાં આવેલા નવા કાયદા સામે ખુલ્લેઆમ વિરોધની તૈયારી શરૂ કરી દીધી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ આ કાયદાને "કાળો કાયદો" ગણાવીને તેને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. તેમણે ખાસ કરીને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, "કોઈ પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ નહિ થવા દઈએ."

 

મહિપાલસિંહ મકરાણાએ કહ્યું કે UGCના આ નવા નિયમોમાં જનરલ કેટેગરીના બાળકોને પહેલેથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "બાળકોને પહેલાથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે અને પહેલાથી જ નક્કી કરી દેવાયું છે કે તમે શોષણ કરી રહ્યા છો." આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કરણી સેના આ મુદ્દે લડવા માટે પૂરેપૂરી તૈયાર છે અને જરૂર પડે તો મોટા આંદોલનની રણનીતિ અપનાવશે.

 

 

કરણી સેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે UGCના આ નવા નિયમો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ અને નોકરીની તકોમાં અન્યાય કરે છે. સંગઠનનું માનવું છે કે આ કાયદો લાગુ થવાથી જનરલ કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ જશે અને તેમને અન્યાયી રીતે દોષિત ઠેરવવામાં આવશે.

(11:07 PM IST)