<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મોરબી નજીક ડમ્પરમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી, ૫.૪૦ લાખનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત.

દારૂ-બીયર અને ડમ્પર સહીત ૨૦.૬૮ લાખના મુદામાલ સાથે બે ઝડપાયા.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ડમ્પરમાં ચોર ખાનું બનાવી માટીની આડમાં દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે ડમ્પરના ચોરખાનામાંથી ૫.૪૦ લાખનો દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કર્યો છે દારૂ તેમજ ડમ્પર સહીત ૨૦.૬૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

   મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક ડમ્પર જીજે ૦૯ એયુ ૯૨૭૪ હળવદથી મોરબી આવવાનું છે જેમાં માટી ભરેલી છે અને ડમ્પરની બોડીમાં આગળના ભાગે ચોરખાનું બનાવી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે ઉંચી માંનાદ્લ પાસે વોચ ગોઠવી હતી અને વાહન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જેમાં ડમ્પર મળી આવતા ચેક કરતા ડમ્પરમાં ડ્રાઈવર કેબીન પાછળ ચોરખાનું મળી આવ્યું હતું.
જે ચોરખાનામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી ૨૬૫૨ બોટલ અને બીયરના ટીન નંગ ૧૬૨ સહીત કુલ રૂ ૫,૪૦,૬૦૦ નો જથ્થો મળી આવતા દારૂ-બીયર તેમજ ડમ્પર કીમત રૂ ૧૫ લાખ, મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને માટી ૨૯ ટન કીમત રૂ ૧૭,૫૯૫ મળીને કુલ રૂ ૨૦,૬૮,૧૯૫ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી અજય કાંતિલાલ ડામોર અને રાહુલ અર્જુનલાલ વિહાત રહે બંને રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે.

(12:35 AM IST)