તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th February 2026
ધોરાજીના ૧૧ બાળકો ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૬: ધોરાજીના ૧૧ બાળકો અને બાલિકાઓએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરી ધોરાજી અને BAPS સંસ્થાનું નામ રોશન કરેલ છે
બીએપીએસ સંસ્થાના ૧૨૭૨૬ થી વધુ બાળકોએ સંસ્કળતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સમૂહ મુખપાઠ કર્યો હોવાથી આ સિદ્ધિ મળેલ છે. બાલ-બાલિકાઓએ સંસ્કળત ભાષામાં સત્સંગદીક્ષા ગ્રંથનો સમુહ મુખપાઠ કરીને વિશ્વસ્તરે એક અનોખો રેકોર્ડ સ્થાપ્યો છે.
આ પ્રતિષ્ઠિત સન્માન સંસ્થાના આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજને અર્પણ કરવામાં આવ્યો હતો આ વિશાળ સમૂહ મુખપાઠ કાર્યક્રમમાં દેશ-વિદેશના હજારો બાળકો જોડાયા હતા. સંસ્કળત જેવી પ્રાચીન અને સમળદ્ધ ભાષામાં શાષાજ્ઞાન સાથે ગ્રંથનો મુખપાઠ કરવો એ પોતાનામાં જ એક અનોખી અને પ્રેરણાદાયક સિદ્ધિ છે. નાની ઉંમરે આધ્યાત્મિક સંસ્કાર શિસ્ત અને સંસ્કળત જ્ઞાનનો વિકાસ થાય તે માટે બીએપીએસ સંસ્થા સતત પ્રયત્નશીલ રહીછે.
ધોરાજીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બાળકો દેવેન જાગાણી, કાવ્ય પરમાર, નીલકંઠ વાજા, યોગી વાજા, અંશ હરપાળ, ઓમ વઘાસિયા, ઓમ સીદપરા, રાજ દેવમોરારી તથા બાલિકાઓ હસ્તી પનારા, એન્જલ વઘાસિયા, ઝાંખી ગજેરા કુલ ૧૧ બાલ બાલિકાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અથાક પરિશ્રમ નિયમિત અભ્યાસ અને ગુરુ હરીના આશીર્વાદથી વૈશ્વિક કીર્તિમાંનનો હિસ્સો બનીને ધોરાજી તથા બીએપીએસ સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જેવી વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થવાથી સંસ્થાની સેવાકીય અને સંસ્કાર પ્રધાન કામગીરીને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
