<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મોરબી જલારામ ધામના નેત્રયજ્ઞ કેમ્‍પમાં ૨૬૭ દર્દીઓએ લાભ લીધો

અત્‍યાર સુધીના ૫૩ કેમ્‍પમાં કુલ ૧૫૦૩૮ લોકોનુ વિનામુલ્‍યે સચોટ નિદાન થયું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૬: આંખની હોસ્‍પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્‍યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્‍પ દર મહીનાની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્‍યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કેમ્‍પ યોજાયો હતો.

જેમા ૨૬૭ દર્દીઓએ કેમ્‍પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૩૧ લોકોના નિઃશુલ્‍ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્‍યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્‍કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્‍યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફટ ફોલ્‍ડેબલ લેન્‍સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્‍યે ઓપરેશન કરવામા આવ્‍યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્‍યવસ્‍થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, ચશ્‍મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્‍યે સંસ્‍થા દ્વારા વ્‍યવસ્‍થા કરવામા આવી રહી છે.

પ્રવર્તમાન માસ નો કેમ્‍પ સ્‍વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે અશ્વીનભાઈ કારીયા, રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ કારીયા, હાર્દિકભાઈ કારીયા, ભરતભાઈ મીરાણી, નિલેશભાઈ ખખ્‍ખર, અજયભાઈ કોટક, હર્ષદભાઈ બુધ્‍ધદેવ, જ્‍યોતિબેન મીરાણી, બંસીબેન મીરાણી સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૫૨ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્‍પમા કુલ ૧૪૭૭૧ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૬૭૧૭ લોકો ના વિનામુલ્‍યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્‍યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્‍પમા કુલ ૨૬૭ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૩૧ લોકોના વિનામુલ્‍યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્‍યા હતા

(10:46 AM IST)